ભાવનગરના પ્રસિધ્ધ ચિત્રકાર ડો. અશોકભાઈ પટેલનું ગુજરાત રાજય લલિતકલા અકાદમીના આર્થિક સહયોગમાં સોમાલાલ શાહ આર્ટ ગેલેરી, અમદાવાદ ખાતે ચિત્ર પ્રદર્શન યોજાઈ રહ્યું છે. આ ચિત્રપ્રદર્શનનું ઉદ્દઘાટન લોકસાહિત્યકાર પદ્મશ્રી જારાવરસિંહજી જાદવના હસ્તે તા. ૧પ-ર-૧૯ સવારે ૧૧-૩૦ કલાકે રાખેલ છે. જેમાં સીએન ફાઈન આર્ટ કોલેજના પ્રિન્સીપાલ રતીલાલ કાંસોદરીયા, ભાવેશભાઈ ઝાલા તથા અમુલભાઈ પરમાર છે. ગત દિવાળીના ગુજરાત રાજયના દિપોત્સવી અંકના ટાઈટલમાં પણ ડો. અશકોભાઈ પટેલનું ચિત્ર રઘુવંશ પસંદગી પામેલ. આ પ્રદર્શન તા. ૧પ થી ૧૭ ફેબ્રુઆરી ર૦૧૯ના રોજ સવારે ૧૧ થી ૭ ખુલ્લું રહેશે.