રાણપુર ખાતે ભાવનગર, અમરેલી અને  બોટાદનો ગાંધી મેળો યોજાયો

872

બોટાદ જીલ્લાના રાણપુરમાં ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ઉની ખાદી કેન્દ્ર રાણપુર ખાતે ભાવનગર,અમરેલી અને બોટાદ જીલ્લાની રચનાત્મક સંસ્થાઓ દ્વારા એક દિવસીત ગાંધી મેળાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે આ ગાંધી મેળો ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ ઉની ખાદી સંસ્થા રાણપુર ખાતે યોજાયો હતો આ ગાંધી મેળામાં સ્કુલ,કોલેજ ના વિદ્યાર્થીઓ ઉપરાંત દરેક સમાજના આગેવાનો,ગ્રામજનો દ્વારા સવારે રાણપુર ની એ.ડી શેઠ હોસ્પીટલ થી ગાંધી યાત્રા નિકળી હતી અને વિધ કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા ભાવનગર,અમરેલી અને બોટાદ જીલ્લાની સંસ્થાઓ એ ગાંધી મેળામાં ભાગ લીધો હતો આ પ્રસંગે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ દેવેન્દ્રભાઈ દેસાઈ,ભાવનગર યુનિવર્સીટીના પુર્વ કુલપતી ડો.વિદ્યુતભાઈ જોષી,કુંડલા ગ્રામ સેવા મંડળના મનુભાઈ મહેતા,ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ વિકાસ બોર્ડ ના અધિકારી દિપકભાઈ પટેલ,ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પીનાકીભાઈ મેઘાણી,ખાદી સહકારી ક્ષેત્રના આગેવાન દાજીભાઈ ફલજીભાઈ ડાભી,ભાલ નળકાંઠા પ્રાયોગીક ગુંદી સંઘના પ્રમુખ ધીરૂભાઈ ફલજીભાઈ ડાભી,રાણપુર ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન ગોવિંદસિંહ ડાભી,રાણપુરના સરપંચ અબ્બાસભાઈ ખલાણી,રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા,રાણપુરના અગ્રણી વિજયભાઈ શેઠ,રાણપુર એ.પી.એમ.સી.ના ચેરમેન નરેન્દ્રભાઈ દવે,બોટાદ જીલ્લા પંચાયતના સદસ્ય મનિશભાઈ ખટાણા,પુર્વ સરપંચ જીવાભાઈ રબારી, કાદરભાઈ કોઠારીયા, સુલતાનભાઈ બાઘડીયા સહીત વિવિધ સંસ્થાઓના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા જ્યારે મહાનુભાવો ની હાજરીમાં ગાંધી મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જન્મભુમિ હાઈસ્કુલ ની બાળાઓ દ્વારા ગાંધીજી ના પ્રિય ભજનો અને મહાનુભાવો ના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ગાંધી મેળા પ્રસંગે ગાંધીજીના જીવન ચરિત્ર સંવાદો ગાંધી વિચારો ઉપરાંત શાસ્ત્રોને રચનાત્મક કામગીરી અને ગાંધીજીના જીવન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.આ ગાંધી મેળા માં લોકો મોટી સંખ્યા માં ઉમટી પડ્યા હતા.

Previous articleઆર.જે.એચ હાઇ. રાજ્યની ત્રીજા ક્રમની શ્રેષ્ઠ શાળા બની
Next articleવિકટરથી આસરાણા ચોકડી સુધીનો રૂા.ર૪ કરોડના ખર્ચે નવો રોડ મંજુર