ઓમ ઈન્ટરનેશનલ વિદ્યા સંકુલ કુંભારીયામાં ઉજવાયો માતૃવંદના કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં સંસ્કાર ઘડતરની પ્રક્રિયા પ્રાકૃતિક રહે તેવા હેતુથઈ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાળકોએ માતાને વંદન તથા ભવિષ્યમાં ‘અમે માતા-પિતાને આંનદ આપીશું’આવો સંકલ્પ તેમના દ્વારા લેવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં સાથે સાથે બાળકોની અદભૂત પ્રસ્તુતિ પણ મનમોહક હતી. વિદ્યાર્થીોની કલાને પ્રોત્સાહિત કરવા બહોળી માત્રામાં માતાઓ પધાર્યા હતા. વાલીઓનો શાળા પ્રત્યેનો વિશ્વાસએ જ અમારી સફળતા છે. બાળકમાં સંસ્કાર સિંચનના પ્રયાસને તમામ લોકો દ્વારા અભિવાદન મળ્યુ હતું. શાળાના આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી અનંતભાઈ શેબડીયા ખાસ સુરથી પધાર્યા હતા તેમણે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.