જાલીનોટ મામલે તપાસમાં પહોચેલી લાઠી પોલીસ પર હુમલો

1170

ભાવનગરમાં જાલીનોટમાં ઝડપાયેલા બે શખ્સોની પુછપરછમાં લાઠીનાં પરેશ જગદીશભાઈ સોલંકીનું નામ ખુલતા લાઠી પોલીસ પરેશનાં ઘરે તપાસ માટે પહોેચતા પોલીસની ટીમને પરેશનાં ઘરની ઝડતી નહી લેવા દેવા માટે આજુબાજુનાં સ્ત્રી-પુરૂષોનું ૧૫૦ લોકનું ટોળુ એકઠુ થઈ ગયુ હતું અને પોલીસ સાથે ઝપાઝપી શરૂ કરેલી દરમ્યાન એલસીબી ટીમ પણ પહોચતા તુરંત અમરેલી એસપી નિર્લિપ્ત રાયને જાણ કરાતા તેમણે બાબરા, લીલીયા, દામનગર, અમરેલી સીટી, એસઓજી, ટ્રાફીક સહિત પોલીસ કાફલાને ઘટનાંસ્થળે રવાનાં કરી પરિસ્થિતી કાબુમાં લેવા સુચના અપાયેલ.

પોલીસ સામે બેકાબુ બનેલા ટોળાએ લાકડી, ધોકા, પાઈપ સહિતનાં હથીયારો વડે હુમલો કરી પથ્થરમારો કરતા પોલીસ કર્મચારીઓને નાની મોટી ઈજા થવા ઉપરાંત સરકારે વાહનને નુકશાન તેમજ પોલીસનાં સોનાનો ચેનની લૂંટ કરતા પોલીસે પણ સામો લાઠીચાર્જ કરતી ટીયરગેસનાં સેલ છોડ્યા હતા. આરોપી પરેશ અગાઉ પણ રૂા.૧.૧૦ કરોડની જાલી નોટ કૌભાંડમાં પકડાયો હતો જો કે આરોપી આજે હાથ લાગ્યો ન હતો.

આ બનાવ સંદર્ભે લાઠી પોલીસે ૩૫ શખ્સો સામે નામ જોગ ગુનો દાખલ કરીને અજય સોલંકી, અનીલ જાદવ, અજય જાદવ, મુકેશ છાપરા, નરશી સરણીયા, નિલેષ જાદવ, નરેશ સોલંકી, હકાબાઈ સરવૈયા, જય મકવાણા, સાગર ગાંગડીયા, ભાવેશ મેર, ગૌતમ ધરાજીયા, પોપટ ગાંગડીયા, સુરેશ ધરાજીયા, મુન્ના સરણીયા, લાલજી ગાંગડીયા, ગૌતમ ઉર્ફે લાલુ મકવાણા, રમેશ સરણીયા, ભાવેશ સરણીયા, લાલજી સરણીયા, રોહીત ગાંગડીયા, કીર્તી ગાંગડીયા, સંજય મેર, રોહિત ધરજીયા, રાજુ મકવાણા તથા આશાબેન મકવાણા સહિત ૨૭ની ધરપકડ કરી હતી જ્યારે ૮ શખ્સો નાસી છુટ્યા હતા તેઓને ઝડપી લેવા કવાયત હાથ ધરેલ છે. આમ જાલીનોટનાં આરોપીને પકડવા ગયેલી લાઠી પોલીસ ઉપર હુમલો કરાતા સામસામુ ધીંગાણું સર્જાયુ હતું.

Previous articleસુરેન્દ્રનગર- ભાવનગર ટ્રેન તળે ટાણાનો યુવાન કપાયો
Next articleજાલીનોટનાં બન્ને આરોપી જેલ હવાલે