અરસ-પરસ પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે ૧૪ ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન-ડે ઉજવવામાં આવે છે. મુળ પશ્ચિમ દેશોના આ દિવસની ઉજવણી ઘણા સમયથી ભારતમાં પણ થાય છે. અને હવે તો ગ્રામ્ય પંથક સુધી પણ વેલેન્ટાઈન-ડેની ઉજવણી થઈ રહી છે. વેલેન્ટાઈન-ડેનો દિવસે એક બીજાને ગીફટ આપી પ્રેમની અભિવ્યક્તિ કરાય છે. ત્યારે ભાવનગર શહેરના ગીફટ શોપમાંથી યુવાનો અને યુવતિઓએ ગીફટની ખરીદી કરી હતી. બજારમાં રૂા. ૧૦ થી હજારો રૂપિયા સુધીની ગીફટો ઉપલબ્ધ રખાઈ હતી. લોકોએ પોતાના બજેટ પ્રમાણે ગીફટ ખરીદી હતી.