યુવા ભારતીય ક્રિકેટ પૃથ્વી શો જલ્દી જ મેદાન પર રમતો જોવા મળશે. બે મહિનાથી વધારે પોતાને ઇજા થઇ હોવાને કારણે કોઇ મેચ નહીં રમનાર પૃથ્વી શો અંતે સ્વસ્થ થઇ ગયો છે. આ ઇજા એને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર થયેલ અભ્યાસ મેચમાં થઇ હતી. એવી માહિતી છે કે શો ૨૧ ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલ સૈયદ મુશ્તાક અલી ટી ૨૦ ટૂર્નામેન્ટ માટે ઉપલબ્ધ રહેશે.
શો ને આ ટ્રોફી માટે મુંબઇ ટીમમાં પસંદ કરવામાં આવે એવી આશા છે. માનવામાં આવી રહ્યું છે કે અજીત અગરકરની અધ્યક્ષતામાં ગઠિત પસંદ સમિતિ થોડાક દિવસોમાં શોને પસંદ કરી શકે છે.
શો પોતાની મેદાન વાપસી લઇને ખૂબ જ આતુર છે અને થોડાક દિવસો પહેલાની વાત છે જ્યારે એને ટિ્વટર પર બેટ પકડેલો પોતાનો ફોટો અપલોડ કર્યો હતો અને લખ્યું હતું ‘અપના ટાઇમ આયેગા’પઇજાથી ફીટ થઇને હું વધારે રન બનાવીશ. અપના ટાઇમ આયેગા.’
જણાવી દઇએ કે શોનું આંતરરાષ્ટ્રીય પદાર્પણ પણ નાટકીય અંદાજમાં થયું હતું. એ અંડર ૧૯ વર્લ્ડકપમાં ભારતીય ટીમની કેપ્ટની કર્યાના એક વર્ષ બાદ સીનિયર ભારતીય ટીમમાં સામેલ થઇ ગયો હતો.
આટલું જ નહીં એને વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ ડેબ્યૂ મેચમાં શતક પણ મારી હતી. એટલા માટે એને લાંબી રેસનો ઘોડો માનવામાં આવી રહ્યો છે. શો નો બેટિંગ અંદાજ આક્રમક છે. જે ભારતીય ટીમ માટે ફાયદાકરાક બની શકે છે.