અમે અંહિસાનો માર્ગ પકડ્યો, જીવતા પશુઓની નિકાસ બંધ કરી : રૂપાણી

532

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, “દિક્ષા” એ સર્વસ્વ છોડીને આત્મકલ્યાણ-મોક્ષ તરફનું મહાપ્રયાણ છે. રાગ-દ્વેષ-મોહ-માયા-કામ-ક્રોધ છોડીને દયા-અનુકંપા-પ્રેમ-કરૂણાના ભાવ સાથે ભગવાન મહાવીરે ચીંધેલા રાહ પરનું મહાપ્રયાણ છે.

ગુરૂવારે અમદાવાદ ખાતે શ્રી સુંદર પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત સોમનંદ પદ પાટોત્સવમાં પાંચ નૂતન દિક્ષાર્થિઓએ દિક્ષા ગ્રહણ કરી હતી. આ ઉપરાંત પુણ્ય સુંદર વિજય મહારાજ સાહેબે આચાર્ય પદવી અને શ્રુતસુંદર વિજય મહારાજ સાહેબે પન્યાસ પદવી ગ્રહણ કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, અહિંસા-અનેકાંત-અપરિગ્રહ એ જૈન પરંપરાના સિધ્ધાંતો છે. કોઈ પણ વસ્તુ છોડવી એ અત્યંત કઠિન છે. વ્યક્તિથી સમષ્ટિ અને જીવથી શીવ એ આપણી ધરોહર છે. કર્મ અધારિત નિષ્કામ પ્રવૃત્તિ તરફ આગળ વધવું તે પણ સમયની માંગ છે.  તેમણે જૈન પરંપરાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે જૈન પરંપરામાં “સાધુત્વ” એ કઠિ સાધના છે. તેમાં નિયમોના પાલન અને આચારસંહિતાના કારણે તપ-તપશ્ચર્યાનો આગવો પ્રભાવ છે.

આપણા મહારાજ સાહેબો આ પરંપરાને આગળ વધારતા આવ્યા છે, “દિક્ષા” આ પરંપરાને સુનિશ્ચિત કરી રહી છે” “અહિંસા અને જીવદયા આપણો ધેય છે. રાજ્ય શાસનમાં પણ તેનો પરિણામલક્ષી અમલ કરાયો છે.

રાજ્ય સરકારે જૈન સાધુ ભગવંતોના વિહાર માટે પગદંડી-પક્ષીઓ માટે કરૂણા અભિયાન-જીવંત પશુઓની નિકાસ અટકાવવા જેવા નિર્ણયો કર્યા છે. એટલું જ નહી પરંતુ ગૌવંશ હત્યા અટકાવવાનો કડક કાયદો ગુજરાતમાં અમલી બનાવ્યો છે.” વિજય રૂપાણીએ જીવદયા વિશે વાત કરતા કહ્યું હતું.

Previous articleવીએચપી અને બજરંગદળ દ્વારા વેલેન્ટાઇન-ડેનો વિરોધ
Next article૧૫ વર્ષ વિત્યાં બાદ ગોધરાકાંડ મૃતકોના પરિજનોને મળશે સહાય, ૨૬૦ કરોડની