રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે પીએનઆર શાહ મહિલા કોલેજના સહયોગથી જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા રમત ગમત અધિકારી, ભાવનગર શહેર સંચાલિત રાજ્યકક્ષા યુવા ઉત્સવ સ્પર્ધાનું તા.૧૬, ૧૮ ડિસેમ્બર ર૦૧૭ના રોજ પાલીતાણા ખાતે આયોજન કરવામાં આવેલ. આ સ્પર્ધામાં કુલ ર૮ સ્પર્ધાની અ, બ અને ખુલ્લા વિભાગની ૩૬ સ્પર્ધાઓ ૩ર જિલ્લાના ૭૦ર કલાકારોએ લાભ લીધેલ છે.
રાજ્યકક્ષાની આ સ્પર્ધાના વિજેતા કલાકારોમાંથી ૯૦ કલાકારો ૧૮ સ્પર્ધામાં નેશનલ યુવા ફેસ્ટીવલમાં ભાગ લેવા જશે. આ ઉપરાંત ઈન્ટર સ્ટેટ મહિલા યુથ એક્સચેન્જ પ્રોગ્રામ માટે ૭૦ કલાકાર બહેનો તેમજ ઈન્ટર સ્ટેટ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ માટે ૬૦ કલાકાર ભાઈઓ-બહેનોની પસંદગી કરી જયપુર (રાજસ્થાન) ખાતે આગામી તા.૧ર થી ૧૬ જાન્યુઆરી ર૦૧૮ દરમ્યાન યોજાનાર નેશનલ યુથ ફેસ્ટીવલમાં જનાર છે.
આ ઉપરાંત પ૧ નિર્ણાયકોએ સેવા આપેલ અને ૩૦ વ્યવસ્થાપકો આ સ્પર્ધામાં સહભાગી થયેલ. જિલ્લા ટીમના મેનેજરો-કલાકારો દ્વારા સ્પર્ધા સ્થળ, નિવાસ, ભોજન, સ્ટેજ, માઈક તથા નિર્ણાયકોની ખુબ જ સારી વ્યવસ્થાનો અભિપ્રાય આપેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા યુવા વિકાસ અધિકારી ડો.અરૂણ જે. ભલાણીની રાહબરી નીચે કોલેજના પ્રિન્સીપાલ ડો.પંકજભાઈ ત્રિવેદી, ચ.મો.વિદ્યાલયના આચાર્ય ડો.ઘનશ્યામસિંહ રાઠોડ તેમજ જિજ્ઞેશભાઈ વ્યાસ, વિક્રમસિંહ પરમાર, વિશાલ રામાણી, હરેશ મેતલીયા તેમજ કચેરી સ્ટાફે જહેમત ઉઠાવેલ.