કોંગ્રેસ ર્વકિંગ કમિટીની બેઠક ગુજરાતમાં યોજાશે

555

લોકસભાની ચૂંટણી અંતર્ગત કોંગ્રેસે ચૂંટણી પ્રચારની વ્યૂહરચના તૈયાર કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસની ર્વકિંગ કમિટીની આ વખતની બેઠક દિલ્હીમાં નહી પરંતુ ગુજરાતમાં યોજાશે.

આ બેઠકમાં  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મનમોહનસિંહ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે.

આજે રાહુલ ગાંધી વલસાડના ધરમપુરમાં સભા સંબોધશે. ત્યારે કોંગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વ ગુજરાતમાં સોમનાથ કે અમદાવાદમાં ર્વકિંગ કમિટીની બેઠક યોજે તેવી શક્યતા છે.

Previous articleફેરબદલી કેમ્પ રદ્દ કરાતાં ગુજરાત ભરના પ્રાથમિક શિક્ષક-શિક્ષિકાઓ રઝળ્યા
Next articleઢુંઢરની પીડિત બાળકી અને પરિવારજનોને લઈને લોકો સચિવાલયના ગેટમાં ઘૂસી ગયા