વિરોધપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાએ મેયરના તથા કોર્પોરેટર પદેથી રાજીનામું આપ્યા બાદ પ્રત્યાઘાત આપ્યા હતા કે ભાજપે તેમનો ઉપયોગ કરી લીધો હતો પરંતુ તેમનું માન-સન્માન પાર્ટીમાં જળવાતું ન હતું તેથી અપમાનીત થઈ આજે ન છૂટકે તેમણે રાજીનામું આપવાની ફરજ પડી હતી. જોકે કોઈએ કોમેન્ટ કરી હતી કે કોંગ્રેસે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ આપ્યું ભાજપે તેમને મેયર પદ આપ્યુ તો હવે એનસીપી તેમને કદાચ ધારાસભ્ય તરીકે લડાવે તો નવાઈ નહીં!!