પ્રવિણ પટેલની પક્ષપલ્ટુ તરીકેની છાપ અને પાર્ટીની સાથેના વ્યવહારોને જોતાં પાર્ટીએ જ તેને સભ્યપદેથી રાજીનામું આપી દેવાનું કહ્યું હોય તેમ જાણકારો ચર્ચી રહ્યા છે. કારણ અત્યારે ભાજપ પાસે ૧૬ અને કોંગ્રેસ પાસે ૧પ સભ્યો છે. જો રાજીનામું આપવાનું દબાણ કે અન્ય કોઈ પ્રલોભનથી પ્રવિણ પટેલ પાછા કોંગ્રેસમાં જાય તો કોર્પોરેશન ગુમાવવાનો ભાજપને વારો આવે તેથી સંગઠનના માણસો પણ તેમની સાથે રાજીનામું આપે નહીં ત્યાં સુધી જોડાયા હતા. મેયર તરીકેની ગાડી તથા બંગલો પણ જમા લઈ લેવામાં આવ્યો છે.