ભાજપમાં પક્ષપલ્ટો કરીને આવેલા પ્રવિણ પટેલને મેયર તથા સભ્યપદેથી એટલે કે કોર્પોરેશનમાંથી પણ રાજીનામું આપ્યું છે. કમિશનરને સભ્ય પદેથી રાજીનામુ આપવા ગયા ત્યારબાદ હાઈકમાન્ડ ભાજપમાંથી ફોન આવતાં એકવાર પાછા ફરી નીચે ઉતરી ગયા હતાં પરંતુ ગાડીમાં બેસતાં ફરી કોઈની સાથે વાત કરતાં ફરી પાછા કમિશનરની ઓફિસમાં જઈ રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત તેમણે પાર્ટીમાં પણ ભાજપના પ્રમુખ મહેન્દ્ર દાસને પણ મેયર તરીકેનું રાજીનામું આપ્યું હતું જયારે મ્યુનિસિપલ સેક્રેટરીને મેયર તરીકેનું રાજીનામું આપ્યું હતું.
આમ પક્ષપલ્ટો કરી આવેલા મેયરને ફરી એકવાર ઘેર બેસવાનો વારો આવ્યો છે. જો કે ભાજપમાં તે રીતસર એકલા હતા કોઈપણ તેમની સાથે ન હતું. ઉલ્લેખનીય છે કે તેમણે પોતાની ગ્રાન્ટનો બેફામ દૂર ઉપયોગ કર્યાનું અને એક જ ટ્રસ્ટને ૪ર પંખા હોય કે ૧૦૦ ખુરશી હોય તેની લ્હાણી કે પછી પાછલા બારણે ભ્રષ્ટાચાર કર્યો તે એક તપાસનો વિષય છે જેનાથી પણ ભાજપના ખરા કાર્યકરો નારાજ હતા. કોંગ્રેસીઓ સાથેના સંબંધને નાતે મોટાભાગના કોંગ્રેસીઓને જ લ્હાણી કર્યાનું ચર્ચામાં હતું જયારે પોતાના વેપારી- મહામંડળને જેને જરૂર નથી ત્યાં ગ્રાન્ટનો દૂર ઉપયોગ કર્યો હોઈ તેની તપાસ માટે પણ ભાજપના કોર્પોરેટરોમાં ચર્ચાનો વિષય હતો.
આ પહેલાં કચરાની ગાડી ખરીદીમાં તે કોંગ્રેસમાં હતા ત્યારે મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનું જગજાહેર છે. થોડા જ સમયમાં ભંગાર ગાડીઓ કચરાપેટીમાં જતી રહી હતી આમ સૌથી નબળા મેયરની સત્તાનો અંત આવતાં પ્રજામાં હર્ષની લાગણી ફેલાઈ છે. નામ ન દેવાની શરતે ભાજપના જ કેટલાક કોર્પોરેટરો અને હોદેદારોએ પણ હાશકારો લીધો હતો.