આ ચુકાદા બાદ અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ કેવું લોકતંત્ર છે, જયાં માત્ર ૩ સીટ વાળી ભાજપ પાસે તમામ સત્તા છે. અરવિંદ કેજરીવાલે જણાવ્યું, “આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે. આ ચુકાદો ખૂબ જ દુઃખદ છે અને દિલ્હીના નાગરિકો માટે અન્યાય છે. અમે સુપ્રીમ કોર્ટનો આદર કરીએ છીએ પરંતુ આ ચુકાદો અન્યાય છે. કેજરીવાલે વધુમાં જણાવ્યું, “આ કેવો ન્યાયન કે જો કોઈ અધિકારી કામ ન કરે તો ૭૦માંથી ૬૭ સીટ ધરાવતી સરકાર તેની બદલી કરી શકે નહીં. રાજ્યમાં ૩ સીટ વાળી ભાજપ પાસે તમામ સત્તાત આ કેવું લોકતંત્ર છે ? જો અમારે ફાઇલ ક્લિયર કરવા માટે એલજી ઑફિસમાં આંદોલન કરવું પડે તો તેનો શું અર્થ. આ લોકસભાની ચૂંટણીમાં તમે પીએમની પસંદગી માટે નહીં પરંતુ દિલ્હીની સ્વાયતત્તા માટે વોટ આપજો.