પાલીતાણાના જાળીયા ગામે નિંદ્રાધીન વૃધ્ધ દંપતિને માર મારી લૂંટ ચલાવાઈ

988
bhav20-12-2017-3.jpg

પાલીતાણાના જાળીયા ગામે વાડીના મકાનમાં સુતેલા વૃધ્ધ દંપતિને ચોરીના ઈરાદે આવેલા ત્રણ થી ચાર ઈસમોએ માર મારી વૃધ્ધાના કાનમાંથી અને ગળામાંથી સોનાની બુટી અને માળા સહિતની માલમત્તાની લૂંટ ચલાવી નાસી છુટ્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ, પાલીતાણાના જાળીયા (અમરાજી) ગામની વાડીમાં રહેતા જાદવજીભાઈ ઓધાભાઈ પરમાર ઉ.વ.૬પ અને તેના પત્ની ગોદાવરીબેન વાડીના મકાનમાં સુતા હતા તે વેળાએ રાત્રિના ર-૩૦ વાગે ત્રણ થી ચાર ઈસમો ચોરી કરવાના ઈરાદે મકાનમાં ઘુસતા વૃધ્ધ ગોદાવરીબેન ભાગી જતા ઈસમોએ બન્નેને માર મારી વૃધ્ધાના કાનમાં પહેરેલ બુટીયાને આંચકી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને ગળામાં પહેરેલ માળાની લૂંટ ચલાવી હતી. વૃધ્ધ જાદવજીભાઈ વચ્ચે પડતા તેમને હાથના ભાગે માર મારી ફેકચર કર્યુ હતું. બન્નેને ઈજાગ્રસ્ત હાલતે ભાવનગર સર ટી.માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે પાલીતાણા પોલીસે ગોદાવરીબેન જાદવજીભાઈ પરમારની ફરિયાદ લઈ ચાર અજાણ્યા શખ્સો વિરૂધ્ધ લૂંટનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Previous article ઉર્જા બચન સપ્તાહ નિમિત્તે ચિત્ર સ્પર્ધા
Next article રીંગરોડ પર ગેસલાઈન લીક થતા તંત્ર દોડતું થયું