જાફરાબાદ તાલુકા પંચાયત કારોબારીની અગત્યની બેઠક કારોબારી ચેરમેન પાંચાભાઈ ડાભીના અધયક્ષ સ્થાને મળી તેમાં બજેટ બાબતે બેઠકમાં જેમા સર્વાનુમતે વિકાસ લક્ષી બજેટ રૂપિયા ૩ર કરોડનું બજેટ મંજુર થયું. આ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી કે.પી.વાઢે, કારોબારી ચેરમેન પાંચાભાઈ ડાભી, રખમાઈબેન ભીમભાઈ કવાડ, પ્રમુખ તાલુકા પંચાયત, મગનભાઈ મંગળાભાઈ જોગદીયા ન્યાય સમિતિ ચેરમેન, શાંન્તુબેન ઉકાભાઈ સોલંકી, રીનાબેન મંગુભાઈ ખુંટ સહિત હોદ્દેદારો હાજર રહેલ જેમા ટીકુભાઈ વરૂએ તાલુકાના વીકાસ બાબતે અગાઉ ચર્ચા કરેલથી સૌએ સાથે મળી કામ કરવું જોઈએ તાલુકાનો વિકાસ રૂંધાવો ન જોઈએ જે આજની બેઠકમાં સર્વાનુમતે ૩ર કરોડનું બજેટ મંજુર થયેલ તેમ કારોબારી ચેરમેન પાંચાભાઈ ડાભીની યાદીમાં જણાવાયું છે.