નાની રાજસ્થળી કે.વ.શાળા ખાતે પેટા શાળામાં દાતા દ્વારા સતત શાળાની શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓ અવિરત રીતે આપવામાં આવ છે. મુંબઈ સ્થિત શાહ પરિવાર વતન પ્રેમી દાતા બની શાળાને સતત ઉપયોગી બને છે. નાની રાજસ્થળી કે.વ.શાળામાં હમલતાબેન રજનીભાઈ શાહ તથા મિતેશભાઈ રજનીભાઈ શાહ તરફથી આધુનિક સુવિધાઓથી યુકત પાણીનો પરબ હેમરજની જળધારાનું શાળા પરિવાર સરપંચ તથા સીઆરસીની હાજરીમાં લોકાર્પણ કરી માતૃ-પિતૃ દિવસ ઉજવણીમાં સહભાગી બન્યા. જિલ્લાની ઘણી બધી શાળામાં ઘણા વર્ષોથી પરમાનંદ દાદા શાળાઓને આર્થિક મદદ રૂપ બને છે. તથા શાહ પરિવારને શાળાના આર્થિકરૂપે મદદ રૂપ બનવાની પ્રેરણા આપે છે. આ પ્રસંગે નાની રાજસ્થળી સરપંચ એસ.એમ.સી. અધયક્ષ, સીઆરસી અને શાળા પરિવારે આભારનફી લાગણી વ્યકત કરી હતી.