વાગડ ગામે યોજાયેલ માતાજી નવરંગો માંડવો

1381

ધંધુકા તાલુકાના દેવિપુજક ખાવડિયા પરિવાર દ્વારા મહાકાળી મા ના ભવ્યાતિભવ્ય નવરંગા માંડવા નુ આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હી, કલકત્તા ,મુંબઈ અને ગોવા થી માતાજી દર્શનાર્થે પધારેલા દેવિપુજક આમંત્રિત માનવ મહેરામણ થી વાગડ ગામ ની શેરીઓ ઉભરાઈ ગઈ હતી. આ પ્રસંગે મધ્યપ્રદેશ ના ઈન્દોર થી પધારેલ માતા આંબાવાલી ના સેવક પુરણ ભુવાએ ખાવડિયા પરિવાર સહિત ઉપસ્થિત દેવિપુજક સમાજ ને આશિવઁચન પાઠવી શુભેચ્છા આપી હતી. તો રાજ્ય વિરાટ સંઘ ના પ્રમુખ શ્રી રૂપસંગભાઈ ભરભીડિયા એ આ પ્રસંગે દૈવી ધર્મ નો મહિમા વર્ણવી ઉપસ્થિત દેવિપુજક જન સમુદાય ને વ્યસનમુક્ત જીવન ના આદર્શ ની સ્થાપના તથા શિક્ષણ ને ત્રીજા નેત્ર તરીકે જણાવી બાળકોને શિક્ષણાભિમુખ કરવા આહ્વાન કર્યું હતું.

વાગડ ગ્રામ પંચાયત સરપંચ સુરૂભા ચુડાસમાએ આ પ્રસંગે દેવિપુજક સમાજને શુભેચ્છાઓ પાઠવી હતી. તો સરપંચના અનુજ બાંધવ એમ.જી.ચુડાસમા (પી.એસ. આઈ ગોંડલ) રાજ્ય વિરાટ દેવિપુજક સંઘના પ્રમુખ રૂપસંગભાઈ ભરભીડિયા સહિત સૌ આમંત્રિત મહેમાનો નુ શાલ અને પુષ્પગુચ્છ વડે અભિવાદન કર્યુ હતુ.ગુજરાત ના સુપ્રસિદ્ધ લોકગાયક જીવરાજ ભાઈ કુંઢિયાએ આ પ્રસંગે સંગીત ની સુરાવલી અને ડાક સાથે માતાજી ના પરચા ના   ગુણગાન વડે સૌને મંત્ર મુગ્ધ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વાગડ આ પંથકના ૧૨ ગામ ની મુખ્ય પેઢી ગણાય છે તેમજ ખાવડિયા પરિવાર ના પુર્વજો ભડલી ના ભાણ ખાચર ના સહયોગી હોવાનું સુવિદિત છે.

Previous articleતક્ષશીલાના ૪ વિદ્યાર્થીઓ  સેપકટેકરાવ મેન્સ ચેમ્પીયનશીપ માટે પસંદગી પામ્યા
Next articleજાફરાબાદ તાલુકા પંચાયતનું વિકાસ લક્ષી ૩ર કરોડનું બજેટ સર્વાનુમતે મંજુર