તળાજાના આચાર્ય વાળાનો નિવૃત્તિ સન્માન સમારોહ સંપન્ન

683

ભાવનગર જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ તથા અમે.જે.દોશી હાઈસ્કુલ તળાજા આચાર્ય જીતેન્દ્રસિંહ વાળાના નિવૃત્તિ સન્માન સમારોહ તા. ૧૩-ર-ર૦૧૯ના રોજ સંપન્ન થશે.

પ્રમુખ સ્થાનેથી ઉદ્દબોધન કરતા કેળવણી મંડળના પ્રમુખ ચેતનસિંહ વાળાએ જિતુભાની અઢી દાયકાની સેવાઓની પ્રસંશા કરી વિદ્યાર્થી અને શિક્ષકશ ઘડતરમાં તેઓએ ઉભો કરેલ આચાર્યને બમિસાલ ગણાવ્યો. શહેર આચાર્ય સંઘના પરેશભાઈ ત્રિવેદીએ  સમગ્ર તથા સમાજ વ્યવસ્થામાં તેઓની સતત સક્રિયતાને આવકારી હતી. જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી તખુભાઈ સાંડસુરે  કામ કરતા રહો તો ગીતામંત્રનો તેમના વ્યક્તિત્વમાં સદા અનુભવાયાનો ભાવ વ્યકત કર્યો. ભુ.પુ. જિલ્લા પ્રમુખ સંજયસિંહ સરવૈયાએ તેઓ હવે વધુ સમય સામાજિક સેવામાં ફાળવે તેવા અપેક્ષા વ્યકત કરી. જીલ્લા શિક્ષણાધિકારી પ્રજાપતિએ સંઘના આગેવાન તરીકે તેમનામાં જોવા મળેલી પીઢતા મે ભાગ્યે જ જોઈ છે. તળાજા નગરને મળેલ આવા કર્મદ શીક્ષકો સદા સર્વદા યાદ રહેશે.

દોશી કોલેજ, ગર્લ્સ હાઈસ્કુલ તળાજા ક્ષત્રિય સમાજ દોશી હાઈસ્કુલ પરિવાર, ભુતપુર્વ વિદ્યાર્થીઓ, તળાજા ભાજપ સંગઠન, પત્રકારો સહિત અનેક સંસ્થાઓએ તેમનું બહુમાન કર્યુ હતું. એક લોકપ્રિય શિક્ષકને લગભગ ૭૦ જેટલી શાલનું સન્માન પ્રાપ્ત થાય તે તેમની કાર્ય પધ્ધતિના ઓવરણા તરીકે જોવા મળ્યું છે. આ પ્રસંગે જિલ્લાના શિક્ષક સંઘના શિરીષભાઈ જોશી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સંચાલક મંડળના બી.જે.દિક્ષિત, રાજયમંત્રી બાબુલાલ પંડયા, આચાર્યો, ગોવિંદભાઈ બતાડા, મીઠલાલ બારૈયા, મલયભાઈ જાની, ઉષાબેન તળાવિયા સહિતના અનેક ગણમાન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતાં. શાળા પરિવાર અને ભુતપુર્વ્‌ વિદ્યાર્થીઓએ  આપેલી સ્મૃતિભેટથી પ્રેક્ષકગણ દંગ રહી ગયું હતું. આચાર્ય નિલેશ વ્યાસે કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું. જિતેન્દ્રસિંહે શાળાને પોતાની સ્મૃતિ રૂપે એકવીસ હજારનો ચેક અર્પણ કર્યો હતો.

Previous articleબોરવાવ ગામે પટેલ સમાજ દ્વારા દિકરી રથના સામૈયા
Next articleલાઠીના જરખીયા કાકડીયા પરિવારનુ ગૌરવ વધારતા જેનિલ અલ્પેશભાઇ કાકડીયા