રીંગરોડ પર ગેસલાઈન લીક થતા તંત્ર દોડતું થયું

649
bhav20-12-2017-4.jpg

શહેરના રીંગરોડ પર પાણીની લાઈનના ખોદકામ દરમ્યાન અંડરગ્રાઉન્ડ પસાર થતી ગેસની લાઈનમાં ભંગાણ થતા ગેસ લીકેજ થતા તંત્રએ તત્કાલ દોડી જઈ સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી.ભાવનગર શહેરમાં આજદિન સુધી ખોદકામ દરમ્યાન પાણી તથા ડ્રેનેજની લાઈનોમાં ભંગાર થતું હતું પરંતુ સામનો કરવો પડશે. શહેરના ટોપથ્રી સર્કલથી ઘોઘારોડ તરફ જવાના રીંગરોડ પર આવેલ સિધ્ધિવિનાયક સોસાયટી પાસે બી.એમ.સી. દ્વારા પાણીની લાઈન અંગે ખોદકામ ચાલી રહ્યું હતું તે વેળા અકસ્માતે જમીન અંદરથી પસાર થતી ગેસની લાઈનમાં ભંગાણ થતા ગેસ લીકેઝ થતા મજુરોમાં નાસભાગ મચી જવા પામી હતી. આ બનાવની જાણ જીએસપીસીના અધિકારીને થતા તત્કાલ ગેસ બંધ કરાવ્યો હતો અને લાઈન સમારકામ અર્થે ટીમ ઘટનાસ્થળે મોકલી લાઈન રીપેર કરાવી હતી. આ બનાવમાં સદનસીબે જાનહાની ટળી હતી.

Previous article પાલીતાણાના જાળીયા ગામે નિંદ્રાધીન વૃધ્ધ દંપતિને માર મારી લૂંટ ચલાવાઈ
Next article હાથબ ગામે ચા બનાવવા બાબતે ભાઈએ ભાઈને છરી મારી દીધી