ધંધુકા થી લીંબડી નો ૩૨ કિલોમીટર નો માર્ગ હાલમાં ઠેર ઠેર બિસ્માર બન્યો છે. જેને કારણે વાહન ચાલકો ને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ માર્ગ ને છેલ્લાં ઘણાં વર્ષોથી એક સાથે નવો બનાવવામાં આવ્યો નથી અને તંત્ર દ્વારા થોડા થોડા અંતરે ટુકડે ટુકડે માર્ગ બનાવી સંતોષ વ્યક્ત કરે છે. હાલમાં આ રસ્તો એટલી હદે બેહાલ બન્યો છે કે મોટર સાયકલ અને ફોર વ્હીલર વાહનો માટે આ રસ્તા પર થી પસાર થવું કઠીન બની ગયું છે. આ માર્ગ પર અવાર નવાર અકસ્માતો બનવાના બનાવો વધી રહયા છે. આ ઉપરાંત આ ૩૨ કિલોમીટર નો રસ્તો પસાર કરતા વાહન ચાલકો ને સવા કલાક નો સમય લાગે છે તેથી લોકો ને ઈંધણ ની સાથે સમય નો પણ વ્યય થાય છે. આ માર્ગ પર ટ્રકો, ડમ્પરો અને એસ ટી બસો ની ચોવીસ કલાક સતત અવર જવર હોય છે તેથી સત્વરે આ રોડ નુ નવનીકરણ હાથ ધરવાની માંગ પ્રબળ બની છે.