શહેરના કુંભારવાડામાં આવેલ ખાર વિસ્તારમાં હેવી ઈલેકટ્રીક લાઈનને ફલેમિંગો અડી જવાથી ચાર ફલેમિંગોના મોત શોક લાગવાથી મોત નિપજવા પામ્યા હતા. બે વધુ ઈજાગ્રસ્ત થવા પામ્યા હતા. વાંરવાર આ વિસ્તારમાં ફલેમિંગોના મોત થાય છે. પક્ષીપ્રેમીઓ દ્વારા વન વિભાગને જાણ કરતા વનવિભાગ ઘટના સ્થળે દોડી આવ્યુ હતું.