સ્ટેન્ડીંગ કમિટી બેઠકમાં વિકાસના કામોને બહાલી

863

ભાવનગર મહાનગર પાલિકા સ્ટેન્ડીંગ કમિટી બેઠક ચેરમેન યુવરાજસિંહ ગોહિલના પ્રમુખ પદે મળી હતી. બેઠકમાં કમિ. ગાંધી વિગેરે અધિકારી ગણ હાજર રહેલ.

મળેલી બેઠકમાં ૬૫ જેટલા વિકાસ કામોના તુમારો રજુ થયા હતા. ચર્ચા વિચારણાના અંતે કરોડો રૂપીયાના ખર્ચે થનારા કામો પાસ કરી દેવાયા હતા. સેવા સદન ખાતે મળેલી આ બેઠક બે થી અઢી કલાક ચાલી હતી જેમાં સભ્યોએ ચીલા ચાલુ પ્રશ્નોની ચર્ચા કરી હતી. સ્ટેન્ડીંગ કમિટીની મળેલી આવી ચીલા ચાલુ બેઠકમાં દર વખતની બેઠક માફક સભ્યોએ પ્રજાકિય પ્રશ્નોની તંત્ર અધિકારીઓ સામે રજુઆતો કરી વેદના વ્યક્ત કરી હતી.

તો બીજી બાજુ સભ્યોના આવા પ્રશ્નોેના દર વખતની જેમા સામેથી વિભાગીય અધિકારીઓ દ્વારા પણ તડને ફડ જવાબો કરી દિધા હતા. જાગૃતિનગર સેવક રાજુભાઈ પંડ્યાએ તંત્ર સામે એવી રજુઆત કરી કે પેવીંગ બ્લોકો નંખાય છે તે હલકામાં હલકા ગુણવત્તાના નખાય છે. આવા બ્લોકો પાછળ કોર્પોરેશન કરોડો ખર્ચ કરે છે.

અને રોડ વિભાગના એન્જીનિયર મકવાણો સભ્યને તડને ફડ એવો જવાબ આપી દિધો કે અમે કોલેટીમાં બાંધછોડ કરતા નથી. પંડ્યાએ અધિકારીનો સામનો કરતા એવી વાત કરી શું તમે ખોખારો ખાઈ અભિમાનથી જવાબ આપો છો આવી ચર્ચા વેળા  પંડ્યાએ એવુ પણ કિધુ કે અમે માનદ વેતન લઈએ છીએ તમે લાખો રૂપીયાનો પગાર લેતા હશોને વચ્ચે ચેરમેન યુવરાજસિંહે કિધુ કે રસ્તા પહોળા કરવાના હોય ત્યાં પેવીંગ બ્લોકો નાખવા જતા નહી અને પુછજો જેથી નાખીને ઉખેડવાનો પડે.

રાજુભાઈએ કહ્યું કે વડવાવાળો કચરાનો પોઈન્ટ કચરો એમને એમ પડ્યો છે. રજકાનો ગંદવાડો મચ્છીબજાર, ગંગાજળીયા તળાવ પાસે વેચાતુ બંધ નો કરી શક્યા. ઉષાબેન તલરેજીએ રસાલા પાસેના કચરાના પોઈન્ટની વેદના વ્યક્ત કરી પીજીવીસીએલ મુદ્દે કુમારશાહે જણાવ્યુંખાડા ખોદેલા હજી પડ્યા છે લોકોને ચાલવામાં હરકતો ઉભી થાય છે. ડસ્ટબીન માટે શું અમારે ઘડીયે ઘડીયે કહેવુ પડે રજકાની વાત એમને એમ છે. વચ્ચે કમિશ્નર ગાંધીએ વડાપ્રધાન શ્રી મોદીના પ્રોજેકટ અંગેની વાત કરી, વચ્ચે ચેરમેન ગોહિલે કિધુ કે રજકાવાળુ પછી કરશું.

સભ્ય ગીતાબેન બારૈયાએ એવી ફરિયાદ કરીકે મિલની ચાલીનો રોડ બંધ છે. આંગણવાડીનું કામ નથી થયું. આવી ઠીક ઠીક સભ્યોની ચર્ચા વચ્ચે કમિશ્નર ગાંધીએ કિધુ બોરતળાવ ભરવાનું ટેન્ડર થઈ ગયુ છે. ધીરૂભાઈ ધામેલીયાએ ગામ તળાવ, રૂવા તરસમીયા તળાવો અને સીદસર તળાવમાં ગાંડા બાવળો ઉગી નિકળ્યાની ફરિયાદ કરી. એક સભ્યએ તુમારમાં જણાવેલ સેજો એટલે શું અને અધિકારીએ સમજાવ્યું ગૃપ ઘટક અને આંગણવાડી બાબતોની ચર્ચા થઈ. ધીરૂભાઈ એવો પ્રશ્ન કર્યો કે કેટલી આંગણવાડી ભાડાના મકાનોમાં ચાલે છે. અને તંત્ર કિધુ ૫૬.૭૯ આવા પ્રશ્નમાં રાજુભાઈએ કામનાથ અને થોભણવાળા ખાંચોની આંગણવાડીની સ્થિતીની ગંભીર ફરિયાદ કરી આવી આંગણવાડી પર તેના અધિકારીઓ તપાસ કરવા ગયા જ નથી ગીતાબેન બારૈયાએ બળતામાં ઘી હોમતા એમ કિધુ મારા વોર્ડની આંગણવાડી ફુલ જર્દજરીત છે.

ધીરૂભાઈએ પ્રકાશ ફેકતા કહ્યું કે આંગણવાડીઓ ક્યારે શરૂ થાય ક્યારે બંધ થાય તેવા બોર્ડ મુકાવા જોવે અને તંત્ર બોર્ડ મુકવા સહમતી આપી, પંડ્યાએ એવી વાત કહી કે સ્લમ વિસ્તારમાં કોઈ દિવસ મેડીકલ કેમ્પો રાખ્યા છે. ખરા આ વાતમાં એવો રોષ વ્યક્ત થયો કે આ વાતમાં એવો રોષ વ્યક્ત થયો કે જ્યા સુધી સેવકો કહી નહી ત્યાં સુધી તંત્ર કાંઈ કરતુ જ નથી. ધીરૂભાઈએ તંત્રને એવી કરી કે પાંચ ગામો ભળ્યા તેની ડ્રેનેજ લાઈન દેવાની પ્રક્રિયા ટેન્ડરો કેમ નો થયા હું ડ્રેનેજ ચેરમેન હતો ત્યારે ફોલોપ લેતો તો પણ હજી કાંઈ થયુ નથી. અનિલભાઈ ત્રિવેદીએ પાણીના પરબની વાત કરી ફરી ૮૬ વેરા બીલની વિગત કિધી.રાજુ પંડ્યાએ ભુલાતી જતી પીલગાર્ડનની વાત ઉભી કરી પક્ષી ઘરમોટુ બનાવો સ્થિતી ખરાબ છે. સિંહ હેઠો પડી ગયો છે. આવી પણ કંઈક રાજકીય ટકોર કરી આ કામનો કોમ કોન્ટ્રાકટર છે. એને કેટલુ બીલ ચુંકવાણુ એ વાત ઉભી કમી તંત્ર કિધુ કે હજી ૨૦ લાખનું બીલ દેવાનું બાકી છે. વિચારી તપાસીને દેજો. સેનેટરી વિસ્તારમાં પાણીની ફરિયાદ છે. તેવી ફરિયાદ કુમારભાઈએ કરી અને રાજુ પંડ્યો વચ્ચે તિરાડ પાડતા કહ્યું સાહેબનું પાણી માટેનું કામ પરફેક્ટ છે. પણ નીચેનો સ્ટાફ અવળા જવાબો આપે છે.

ચેરમેન યુવરાજસિંહે વચ્ચે એવો જવાબ કર્યો કે પાણી માટે પબ્લીકમાંથી કોઈ નાગરિકનો ફોન આવેતો તેને કોર્પોરેટરનો ફોન છે તેમ માનીને તંત્ર કામ કરી દેવુ જોવે ચેરમેન આવી લાગણી વ્યક્ત કરતા નગરસેવીકા કિર્તિબેન દાણીધારીયાએ સાફ સાફ જણાવ્યું કે કોર્પોરેટરોના કોઈ ફોન નથી ઉપાડતા તો લોકોના ફોનો તો ક્યાંથી ઉપાડે. આવી બેઠકમાં કોર્પોરેટરો ક્યારે કેવો પ્રશ્ન ક્યારે ઉઠાવે તે નક્કી હોતુ નથી એક સભ્ય દ્વારા એવી વાત કેવાય કે કોર્પોરેશનમાં કેટલા વાહનો છે અને કેવા વાહનો છે તેનું લીસ્ટ આપો બોલો સેવકોને સેવા સદનમાં વાહનો કેટલો છે. તેની ખબર નથી અને અધિકારીએ કિધુ હા સાહેબ આવતી કમિટીમાં લીસ્ટ આપીશ. અનિલ ત્રિવેદીએ રોડની વાત કરતા એવી ફરીયાદ કરી કે રોડના લેવલો ઉંચાવાયા ગયા છે. ઘણા એન્જીનિયરો છે કાંઈ જોવાય છે. કે નહી, ધીરૂભાઈએ રાજુઆત કરી કે કરોડોના ખર્ચે વાહનોની ખરીદી મશીનો બાબતમાં આક્રોશથી કિધુ કે વાહનો લીધા પછી જોવાનું કે નહી વાહનની ચેસીસ ક્યારે આવી છ-છ મહિના ગોડાઉનોમાં પડ્યુ રહે અને ધુડ ખાય તંત્રની આવી બેદરકારી ચલાવી લેવા જેવી નથી સોલીડ વેસ્ટના બંધ વાહનો સાત વર્ષે પહેલા જોવા ગયાએ વાત અમારે નથી સાંભળવી કરોડોના ખર્ચે આવાસ યોજના કામો થઈ રહ્યા છે. એ મુદ્દે કુમાર શાહે સરકારને અભિનંદન દિધા તો ચેરમેન યુરાજસિંહ ગોહિલે જણાવ્યું કે લોકોને ઘર મેળે તે સરકારી મોટી ભેટ અને તેમાં પણ કોઈ ભેદભાવ રાખ્યા વગર મકાનો અપાય તે સરકારની એક મોટી સિધ્ધી છે. આવી રીતે કમિટી બેઠકમાં ચર્ચાઓ કરી બેઠક પુરી કરી હતી.

Previous articleકુંભારવાડામાં ચાર ફલેમિંગો પક્ષીના મોત
Next articleવિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપતી ગારિયાધાર પોલીસ