ભાવનગર મહાપાલિકા દ્વારા ચલાવાયેલ રહેલા સ્વચ્છતા ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં રોડની ફુટપાથ પર લાખો રૂપિયાના ખર્ચે ડસ્ટબીન મુકવામાં આવે છે. જેમાં મોટાભાગના ડસ્ટબીન તુટી ગયેલા અથવા તો ઢાંકણા ચોરાઈ ગયા જેવી હાલતમાં છે ત્યારે શિશુવિહાર સંસ્થાની સામે વીજ ટ્રાન્સફોર્મર પાસે મુકવામાં આવેલા ડસ્ટબીન વીજ કંપનીએ ટ્રાન્સફોર્મર ફરતી જાળી નાખી કેદ કરી લીધા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે મહાપાલિકા દ્વારા અણધણ વહિવટ અને પ્રજાના નાણાંનો બેફામ દુરઉપયોગ કરાતો હોય તેમ દ્રષ્ટિમાન થાય છે. જયારે વિજ કંપની દ્વારા પણ ડસ્ટબીન ફરતી ફેનસીંગ કરી ડસ્ટબીનને કેદ કરી લીધા હોય તેવી પરિસ્થિતી સર્જાઈ છે.