હવે વાતચીત ટેબલ પર નહી, મેદાન-એ-જંગમાં થાયઃ ગૌતમ ગંભીર

785

જમ્મુ-કાશ્મીરના પુલવામાં સુરક્ષાદળો પર ગુરૂવારે થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેના પ્રત્યે વિશેષ સ્નેહ રાખનારા ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પાકિસ્તાનને ખુલ્લો પડકાર ફેંક્યો છે. આ હુમલાને લઈ ગંભીરે દુઃખ વ્યક્ત કરી ટિ્‌વટર ઉપર કહ્યું છે કે, પાકિસ્તાન સમર્થિત આ આતંકવાદી હુમલાનો ભારતે જડબાતોડ જવાબ આપવો જોઇએ. બીજી તરફ વિરાટ કોહલી અને સેહવાગ જેવા ક્રિકેટર્સે પણ આ હુમલા અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે. ગંભીરે ટ્‌વીટ કરી લખ્યુ, ’હાં, વાત કરીએ છીએ અલગાવવાદીઓ સાથે, વાત કરીએ છીએ પાકિસ્તાન સાથે પરંતુ આ વખતે વાતચીત ટેબલ પર નહી પણ મેદાન-એ જંગમાં થવી જોઇએ, હવે ઘણુ થયુ’

વિરાટ કોહલીએ ટ્‌વીટ કરી કહ્યું, ’પુલવામામાં થયેલા હુમલામાં શહીદ સૈનિકો પ્રત્યે દિલથી સહાનુભૂતી અને ઇજાગ્રસ્ત જવાનોના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરૂ છુ.  વિરેન્દ્ર સેહવાગે ’સુધર જાઓ વર્ના સુધાર દેગે’ હેશટેગ સાથે ટ્‌વીટ કરી કહ્યું, ’વાસ્તવમાં જમ્મુ-કાશ્મીરમાં અમારા સીઆરપીએફ પર થયેલા કાયરતાપૂર્ણ હુમલાથી ઘણો દુખી છું, આ હુમલામાં અમારા કેટલાક બહાદુર જવાન શહીદ થયા છે. દુખને યાદ કરવા માટે મારી પાસે કોઇ શબ્દ નથી, હું તે ઘાયલ જવાનોના સ્વાસ્થ્યના લાભની પ્રાર્થના કરૂ છું.’મહત્વપૂર્ણ છે કે જમ્મુ કાશ્મીરના પુલવામાં અવંતીપોરાના ગોરીપોરા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠને આતંકી હુમલો કર્યો હતો.જેમાં ૪૪ જવાન શહીદ થઇ ગયા હતા.

Previous articleટીમ ઇન્ડિયાની બોલિંગ દુનિયામાં સૌથી ખતરનાક, વિદેશમાં બુમરાહનો પર્ફોમન્સ બેસ્ટ
Next articleઓસ્ટ્રેલિયા સામેની વન ડે ટીમ જાહેર કાર્તિક પડતો મુકાયો, પંતને બોલાવાયો