શહિદ જવાનના પિતાએ કહ્યું, બીજા દિકરાને પણ માતૃભૂમિની રક્ષા માટે મોકલીશ

498

ભાગલપુર : પુલવામા હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોનાં પરિવારમાં શોકનો માહોલ છે. ભાવુક દ્રશ્યો જોઇને ગમે તેવી કઠણ છાતીવાળાની આંખો પણ ભીની થઇ જાય તેવો માહોલ છે. પોતાના લાલને ખોનારા પરિવાર પાકિસ્તાનને દરેક હાલમાં જવાબ આપવા માંગે છે. બિહારનાં ભાગલપુરનાં નિવાસી શહીદ રતન ઠાકુરનાં પિતાએ કહ્યું કે, “એક દીકરો ખોયો, હવે પાકિસ્તાનને જવાબ આપો. હું મારો એક દીકરો ખોઈ ચુક્યો છું. બીજાને પણ માતૃભૂમિની રક્ષા માટે મોકલીશ, પરંતુ પાકિસ્તાનને મજબૂત જવાબ મળવો જોઇએ.” આ શબ્દો છે એ પિતાને જેમણે પોતાનો યુવાન પુત્ર ગુરૂવારનાં પુલવામામાં થયેલા હુમલામાં ખોયો છે. જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં થયેલા આત્મઘાતી આતંકી હુમલામાં સીઆરપીએફનાં ૩૭ જવાનો શહીદ થયા છે. આ દરેક જવાન દેશનાં અલગ અલગ ખુણામાંથી સૈન્યમાં સામેલ થઇને દેશની સેવા કરી રહ્યા હતા.

Previous articleજમ્મુ બંધઃ બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો
Next articleરાજનાથની શહીદ જવાનના શબને ખભો આપી શ્રદ્ધાંજલિ