જમ્મુ કાશ્મીરમાં સેના પરના આજ સુધીના સૌથી મોટા ફિદાયીન હુમલામા કેન્દ્રીય અનામત પોલીસ બળના ૪૩ થી વધુ જવાનોના પ્રાણ લીધા છે. આ ઘટનાથી દેશભરમાં સન્નાટો ફેલાયોછે હુમલાની જવાબદારી લેનાર આતંકી સંગઠન જૈશ એ મહમ્મદ દ્વારા વિસ્ફોટક ભરેલું વાહન અથડાવી કાફલાને નિશાન બનાવ્યું અને ઘટનાને અંજામ આપ્યો છે. સામાન્ય આતંકી ગતિવિધિ બાદ આજે જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પુલવામાં પાસે આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીર જવાનો ને મોડી રાત્રીના સિહોર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા વડલા ચોક ખાતે માં ખોડિયારના સાનિધ્યમાં મૌન પાળી કેન્ડલ માર્ચથી શ્રદ્ધાજલી પાઠવી હતી.