રોટરી કલબ ભાવનગર દ્વારા રવિવારે સાયકલ મેરેથોન

594

રોટરી કલબ ભાવનગર, રોટરી ઈન્ટરનેશનલ સંસ્થા સમગ્ર વિશ્વમાં પોલિયો નાબુદી માટે ૧૯૮પથી અવિરત પણે કાર્યરત છે, આવા અથાગ પ્રયતનોની સફળતા બાદ ભારતમાં રોટરી દ્વારા સાક્ષરતા માટે અગ્રીમ થઈ રહી છે.

રોટરી કલબ ઓફ ભાવનગર દ્વારા ફ્રીશ ડેવલોપર્સ, બંસલ ગ્રુપ, બંધન ટી.એમ.ટી.ના સહયોગથી ૧૭ ફેબ્રુઆરી, ર૦૧૯ને રવિવારના રોજ એક સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયકલ મેરેથોનમાં આશરે ૪૩૦૦ બાળકો, પુરુૃષો મહિલાઓ વિ. ભાગ લઈ સાક્ષર ભારત અને ટ્રાફિકના નિયમો માટે જન જાગૃતિ લાવવાના હોય, તેઓને ઉત્સાહિત કરવા માટે જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે. ઉપરોકત સાયકલ મેરેથોનના બે રૂટ છે જેમા/ શોર્ટ રૂટ સવારે ૬-૩૦ કલાકે રૂપાણી થિયોસોફીકલ સોસાયટીથી પ્રસ્થન, સરદારનગર સર્કલ, દિપક હોલ થઈ પાણીની ટાંકી, જવેલ્સ સર્કલ, નિલમબાગ સર્કલ, જેલ રોડ થઈને કાળનાળા મોતિબાગ થઈને ઘોઘાગેટ, હલુરિયા ચોક થઈને ક્રેસંટ સર્કલ, ક્રેસંટ સર્કલથી શિશુવિહાર થઈને દિપક ચોક, મહિલા કોલેજ સર્કલથી ઘોઘા સર્કલ થઈને રૂપાણી સર્કલ, ત્યાર બાદ રૂપાણી સર્કલથી આતાભાઈ ચોક પાસે જોગર્સ પાર્ક પર પુર્ણાહુતિ.

જયારે લાંબા રૂટમાં ૬.૩૦ કલાકે રૂપાણી થિયોસોફીકલ સોસાયટીથી પ્રસ્થાન, ત્યાંથી દીવડી થઈને લીંબડીયું પાસેથી શિવાજી સર્કલ થઈને પીપળીયા પુલ સુધી જવાનું અને આજ રસ્તાથી પરત થઈને રૂપાણી સૃકલ, ત્યાર બાદ રૂપાણી સૃકલથી આતાભાઈ ચોક પાસે જોગર્સ પાર્ક પર પુર્ણાહુતિ.

સમગ્ર આયોજનનો પુર્ણાહુતિ તથા અભિવાદન કાર્યક્રમ ભાવનગર પબ્લિક સ્કુલ, ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે રાખેલ છે. આ સાયકલ મેરેથોનમાં રોટરી ડીસ્ટ્રકટ ૩૦૬૦ના ગવર્નર તેમજ આગામી વર્ષોના ગવર્નર ખાસ ઉપસ્થિત રહેવાના છે.

Previous articleઢસામાં કન્ડલ માર્ચ યોજાઈ
Next articleબરવાળા ખાતે કેન્ડલમાર્ચ યોજી વીરશહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ