જમ્મુ-કાશ્મીરના પુલવામાં સીઆરપીએફના કાફલા ઉપર આતંકવાદીઓ દ્વારા કરાયેલા ત્રાસવાદી હુમલામાં દેશના ૪૪ જવાનો શહિદ થયા છે. જયારે ૪પ જવાનોને ગંભીર ઈજાઓ પહોંચી છે, આ બનાવને ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોષી, મ્યુનિ વિપક્ષ નેતા જયદિપસિંહ ગોહિલ, સહિતના આગેવાનોએ સખત શબ્દોમાં વખોડી કાઢી શહિદ થયેલ જવાનોના પરિવારજનો પ્રત્યે સહાનુભુતિની લાગણી વ્યકત કરી તેમજ ઘવાયેલા જવાનો જલ્દીથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી હતી.
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે શુક્રવારે સાંજે ભાવનગર શહેરના હલુરીયા ચોકમાં આવેલ શહિદ સ્મારકમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકરો દ્વારા દેશના શહિદોને યાદ કરી, મીણબત્તીઓ પ્રગાટવી, સામુહિક પ્રાર્થના કરી શહિદોને શ્રધ્ધાંજલિ પાઠવી, દેશ કે શહિદો અમર રહોના નારા લગાવ્યા હતાં.
કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોષીએ જણાવ્યું હતું કે આતંકવાદીઓને આ કાયરતાપુર્ણ હુમલો છે, તેને કદાપી માફ ન કરી શકાય, કેન્દ્ર સરકાર હવે દેશમાંથી આતકંવાદીને મિટાવી દેવાના ફકત દાતા ન કરે, તેના બદલે આતકંવાદીઓ સામે સખતમાં સખત ઝડપી કાર્યવાહી કરી કેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારમાં છેલ્લા પાંચ વર્ષમાં આ ૧ઠમો અને સૌથી મોટો ત્રાસવાદી હુમલો છે દેશની જનતા અને દેશના સૈનિકો આવુ કયાં સુધી સહન કરશે. કોંગ્રેસ પક્ષ સકારની અને સેનાની સાથે છે. આવા પ્રકારના હુમલા દેશને તોડી નહી શકે આ હુમલાને કયારેય ન ભુલી શકાય દેશના તમામ નાગરિકોના દિલ ઉપર ઉંડો આઘાત લાગ્યો છે. તેમ કોંગ્રેસ પક્ષના આગેવાનોએ જણાવ્યું હતું.