રાજયભરમાં સ્વાઈન ફલુના રોગચાળાએ કાળો કહેર વર્તાવ્યો છે. દરરોજ નવા પોઝીટીવ દર્દીની સંખ્યામાં વધારો થતો જાય અને મૃત્યાંક પણ વધી રહ્યો છે ત્યારે આજે ભાવનગરની સર.ટી. હોસ્પિટલના સ્વાઈન ફલુ વોર્ડમાં સારવાર લઈ રહેલા બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતાં.
ભાવનગર સર.ટી. હોસ્પિટલની સ્વાઈનફલુ વોર્ડમાં ગઈકાલે સારવાર માટે દાખલ થયેલા જાફરાબાદ તાલુકાના વડલી ગામના પપ વર્ષીય વૃધ્ધનું આજે બપોરે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જયારે ગત તા. ૧૧ના રોજ ભાવનગર તાલુકાના કાળાતળાવ ગામના ૭૦ વર્ષીય વૃધ્ધને સારવાર માટે દાખલ કરાયેલા જયારે આજે તેનું બપોરના સમયે સારવાર દરમિયાન મોત થયું હતું આમ આજે એક જ દિવસમાં બે વ્યક્તિઓના સ્વાઈન ફલુથી મોત થતાં અત્યાર સુધીમાં કુલ મૃત્યાંક ૪૦ ઉપર પહોંચ્યો છે.
આજના દિવસે સર.ટી. હોસ્પિટલમાં કુલ ર૦ પોઝીટીવ અને પ શંકાસ્પદ મળી રપ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આજે નવા ત્રણ દર્દીઓનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જયારે એક દર્દીને સાજા થઈ જતાં રજા આપવામાં આવી હતી.