બોટાદ સહિત રાજયભરના પંચાયત સેવાના આરોગ્યના મલ્ટી પરપઝ હેલ્થ વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, ફાર્માસીસ્ટ, લેબોરેટરી ટેકનિશ્યન, મેઈલ અને ફિમેઈલ સુપરવાઈઝરો એમ જુદી જુદી ૬ (છ) કેડરના કર્મચારી દ્વારા જુદા જુદા ૧૩ જેટલા વર્ષો જુના પડતર પ્રશ્નોને લઈને અનેક વિધ કાર્યક્રમો આપવામાં આવેલ. પરંતુ સરકાર દ્વરા પડતર માંગણીઓને લઈને કોઈ હકારાત્મક અભિગમ ન દાખવતા ઉકત તમામ કેડરના કર્મચારીઓ દ્વારા ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર આજથી અચોકકસ મુદતની હડતાલ પર ગયેલ છે. આજરોજ બોટાદ જિલ્લાના તમામ આરોગ્યના કર્મચારીઓ નવી જિલ્લા પંચાયત, બોટાદ ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈને ધરણાના કાર્યક્રમમાં જોડાયેલા હતાં. વધુમાં જણાવવાનું કે હાલ પુલવામાં થયેલ આતંકી હુમલામાં ભારતના વીર શહિદ સેન્યના જવાનોની આત્માની શાંતિ માટે ર(બે) મિનિટનું મૌન પાળીને તમામ સ્ટાફે શહીદ વીરોને શ્રધ્ધાંજલિ આપવામાં આવેલ હતી.