તા. ૧૪-ર-૧૯ના રોજ જમ્મુ-કાશ્મીર પુલવામા થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલા વીર સેનિકોને ભાવપુર્ણ શ્રધ્ધાજંલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જે અંતર્ગત પ્રાર્થના સભામાં બે મિનિટ મૌન પાળી ફુલપાંદડી અર્પણ કરી અશ્રુભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરેલ. આ સાથે એક નવી પહેલ કરતા ગ્રામજનોને પણ વીર શહિદોને શ્રધ્ધાજંલિ અર્પણ કરવા અને તે માટે વીર શહિદોની ફોટા સાથે પુષ્પગુચ્છની વ્યવસ્થા કે.વ.શાળા નં. ૧ વલભીપુર શાળા પરિવાર દ્વારા કરવામાં આવેલ. જે અંતર્ગત બહોળા પ્રમાણમાં નગરજનોએ જવાનોને પુષ્પગુચ્છ અર્પણ કરી શ્રધ્ધાજંલિ આપવામાં આવેલ.