નિતિન ગડકરી પર ફિલ્મ બનશે

736

વડા પ્રધાન મોદીની બાયોપિક તૈયાર થવાની છે. અગાઉ પૂર્વ વડા પ્રધાન ડૉ.મનમોહન સિંઘના જીવન પર તૈયાર થયેલી ફિલ્મ રજૂ થઈ ગઈ હતી. યુટ્યૂબ પર રાહુલ ગાંધીના જીવન પરની બાયોપિકની ટિઝર પણ લૉન્ચ થયું છે, એવામાં હવે કેન્દ્રીય મંત્રી નિતિ ગડકરીના જીવન પર પણ ફિલ્મ તૈયાર થશે.

અમુક લોકોનો આક્ષેપ છે કે આ ફિલ્મ તેમણે પ્રચાર માટે તૈયાર કરાવી છે, જોકે, ફિલ્મ નિર્દેશ અનુરાગ ભુસારીએ આ વાતો અસ્વીકાર કર્યો છે. તેમણે કહ્યું કે ફિલ્મ તથ્યો આધારિત છે. આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાંજ યૂ-ટ્યૂબ પર તૈયાર કરવામાં આવ્યું છે.ફિલ્મ નિર્દેશક અનુરાગ ભુસારીએ જણાવ્યું હતું કે મે નીતિન ગડકરીના જીવનને સંતુલિત રીતે દર્શાવ્યું છે. તેમણે કહ્યું, “ તાજેતરમાં રાજનેતાઓના જીવન પર અનેક ફિલ્મો બની છે, જેનો ઉપયોગ પ્રચાર માટે કરવામાં આવ્યો છે. પરંતુ હું ઑડિયન્સને વિશ્વાસ અપાવવા માંગુ છું કે આ ફિલ્મમાં હકિકત જ દર્શાવવામાં આવી છે.”અનુરાગે વધુમાં જણાવ્યું હતું કે મેં ફિલ્મમાં નીતિન ગડકરી સારા વ્યક્તિ છે, તેવું દર્શાવવાનો પ્રયાસ કર્યો નથી. પરંતું મે ફિલ્મમાં તેમના જીવનના સંઘર્ષને દર્શાવ્યો છએ. મે તથ્યોને આધારે આ ફિલ્મ તૈયાર કરી છે, જેમાં તેમનું જીવન, રાજકીય યાત્રાથી લઈને કેન્દ્રીય મંત્રી બનવા સુધી જર્ની દર્શાવવામાં આવી છે.

Previous articleપાનિપત ફિલ્મને લઇને હાલ કૃતિ સનુન મરાઠી શિખે છે
Next article‘હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું’ ૧ માર્ચે રિલિઝ થવા સજ્જ