ગુજરાત સ્ટેટ ફટીૅલાઈઝસૅ એન્ડ કેમિકલ્સ લીમીટેડ (જી.એસ.એફ.સી.) ધ્વારા ગઈ તા.૧૦ ડીસે.થી ૧૮ ડીસે.સુધીના ગાળા દરમ્યાન સાબરકાંઠા જીલ્લાના ગામડા ઓમાં જી. એસ.એફ.સી. ધ્વારા એન.પી.કે. વાન જીપ કેમ્પેઈન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાબરકાંઠા જીલ્લા ના હિંમતનગર જી.એસ.એફ.સી.ના સીનીયર એગ્રોનોમીસ્ટ ડો.એસ.બી.રાવલ ધ્વારા ગામડા દીઠ ૮ જેટલી ખેડુત સભાઓ યોજવામાં આવી હતી. જેમાં કુલ ૮૦ જેટલા ગામડા ઓમાં ખેડુતો નું સંપૅક કરીને ખેડુત સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સભાઓમાં ખેડુતો ને રાસાયણીક ખાતરો ઉપયોગ કેવી રીતે કરવો તેમજ ટપક સિંચાઈ પધ્ધતિ તથા તેના ફાયદા તેમજ તેમાં વપરાતા પાણીના દ્રાવ્ય ખાતરો વિશે જાણકારી આપવામાં આવી હતી. ઓછા ખચૅે વધુ ઉપજ મેળવવા માટેની કાયૅપધ્ધતિ વિશે સવિસ્તાર જાણકારી આપવામાં આવી હતી. જી.એસ.એફ. સી. એગ્રોટેક લિ.અને કિસાન સુવિધા કેન્દ્રના વ્યવસ્થાપકો ધ્વારા આ કાયૅ પુરૂ કરવામાં આવ્યું હતું.
Home Uncategorized સાબરકાંંઠા જીલ્લા માં જી.એસ.એફ.સી.ધ્વારા એન.પી.કે.વાન કેમ્પેઈન નું આયોજન કરવામાં આવ્યું