જિલ્લાના આરોગ્ય વિભાગના ૪૦૦ કર્મીઓની અચોક્કસ મુદતની હડતાલ

594

રાજ્ય સેવાની ત્રીસ્તરીય માળખાનો પંચાયત સેવામાં અમલ કરવા, આરોગ્ય મેડિકલ પ્રભાગના લેબ ટેકનીશીયનને આર.ઓ.પી.૧૯૮૭ થી પગાર પંચ મુજબ ૧૪૦૦ થી ૨૩૦૦ના બદલે ૧૪૦૦ થી ૨૬૦૦નું પગાર ધોરણનો લાભ લેબ ટેકનીશ્યનને આપવો સહિતના પડતર પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે ત્યારે હવે સરકાર આ મુદ્દે કેવું વલણ દાખવે છે તેની કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે.

પડતર પ્રશ્નોના ઉકેલ માટે અનેક વખત માંગણીઓ છતાં પરિણામ નહીં છેવાડાના ગામડાઓના આરોગ્ય કેન્દ્રોમાં ફિમેલ હેલ્થ વર્કર, મેલ હેલ્થ વર્કર, લેબ ટેકનીશ્યન, ફાર્માસિસ્ટ, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, મેલ હેલ્થ સુપરવાઇઝર, તાલુકા હેલ્થ સુપરવાઇઝર અને જિલ્લા હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ આરોગ્ય સેવાઓને લોકો સુધી પહોંચતી કરી રહ્યા છે.

તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નોને ઉકેલ માટે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. કર્મચારીઓને જી. એન. એમ. કેડર પંચાયતને નસ’ગ એલાઉન્સ, યુનિફોર્મ એલાઉન્સ, વોશિંગ એલાઉન્સ, સ્ટેટ સ્ટાફ નર્સની મળતા લાભો આપવા જોઇએ.

ગ્રામ્યકક્ષાએ ફિમેલ હેલ્થ વર્કરના પેટા કેન્દ્રો ઉપર મલ્ટી પરર્પઝ હેલ્થ વર્કરની જગ્યાઓ મંજુર કરીને તેની ભરતી કરવાની માંગણી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે.

Previous articleએપીએમસીમાંથી ચેરમેનનું નામ મતદાર યાદીમાંથી ગાયબ થતાં દોડધામ
Next article૭ દિવસથી CCTV-સ્કેચ હોવા છતા સીરિયલ કિલરને પકડવા માટે SITના હવામાં ફાંફા