૭ દિવસથી CCTV-સ્કેચ હોવા છતા સીરિયલ કિલરને પકડવા માટે SITના હવામાં ફાંફા

738

ગાંધીનગરના દંતાલી, કોબા અને શેરથા ત્રણ સ્થળે તબક્કાવાર છેલ્લા ચાર મહિનામાં એક જ પ્રકારે થયેલી ત્રણ હત્યાએ ગાંધીનગર પોલીસની ઉંઘ હરામ કરી દીધી છે.

છેલ્લા ૭ દિવસથી સીસીટીવી અને સ્કેચ હોવા છતા પણ જીૈં્‌ આરોપીને પકડી શકી નથી. તો બીજી તરફ ત્રણ-ત્રણ હત્યાના પગલે લોકોમાં ભયનો માહોલ છે. સિરિયલ કિલર ફરી રહ્યો હોવાના ડરને પગલે લોકો હવે અવાવરૂ જગ્યાએ એકલા ફરતા પણ ડરી રહ્યાં છે.

૨૬મી જાન્યુઆરી શેરથા ગામે જમીન દલાલની માથામાં ગોળી મારી (ત્રીજી) હત્યા બાદ ગાંધીનગર પોલીસ હરકતમાં આવી હતી અને ત્યારબાદ ગાંધીનગર અને તેના આસપાસના વિસ્તારમાં ૬૦ લોકોની ટીમે ચોથી હત્યા ન થાય તે માટે પેટ્રોલિંગ શરૂ કર્યું હતું.

ગાંધીનગરમાં ત્રીજી હત્યા બાદ કેસની તપાસ માટે ૨૮મી જાન્યુઆરીએ ગાંધીનગર પોલીસ વડા એસપી મયુર ચાવડાએ સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (જીૈં્‌)બનાવી હતી. જેને આજે ૨૦ દિવસ થયા પરંતુ તે સીરિયલ કિલરને પકડી શકી નથી. આ કેસમાં જીૈં્‌ સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ર્જીંય્ પણ જોડાયેલી છે. ૧૪ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ ગાંધીનગરના દંતાલી ગામે ઢોર ચરાવી રહેલા ભરવાડના માથામાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. ત્યારે પોલીસે હત્યારાને પકડવાની કોશિશ કેમ ન કરી?

જ્યારે ૯ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ ઈન્ફોસિટી પાસે લોંખડના સળિયાના વેપારીના માથામાં ગોળી મારી હત્યા કરવામાં આવી ત્યારે હત્યારો એક જ હોવાની પોલીસને શંકા કેમ ન થઈ? અને છેલ્લે ૨૬મી જાન્યુઆરીએ શેરથા ગામે જમીન દલાલના માથામાં ગોળી મારી હત્યા થઈ ત્યારે પોલીસે હત્યારો એક જ છે તેવી શંકા દર્શાવી હતી. અને હત્યારાને પકડવા માટે જીૈં્‌ ની રચના કરી હતી.

Previous articleજિલ્લાના આરોગ્ય વિભાગના ૪૦૦ કર્મીઓની અચોક્કસ મુદતની હડતાલ
Next articleછત્રાલ જીઆઈડીસીની બેંકમાં ત્રણ લુંટારુ દ્વારા સનસનાટીભરી લૂંટ