કાશ્મીરમાં ઝ્રઇઁહ્લના કાફલા પર થયેલા આતંકી હુમલામાં ૪૪ જવાન શહીદ થયા હતા. જેના પગલે અમદાવાદમાં ઠેર-ઠેર પાકિસ્તાન અને આતંકવાદ વિરુદ્ધ લોકોમાં રોષ ભભૂક્યો છે.
સોસાયટી, રસ્તાઓ, હાઈવે જ્યાં જુઓ ત્યાં જનઆક્રોશ ફાટી નીકળ્યો છે. શહેરના રિલિફ રોડ, ઝવેરીવાડ, ત્રણ દરવાજા, કાલુપુર, દિલ્હી દરવાજા, નરોડા સહિત અન્ય વિસ્તારો સ્વંયભૂ બંધની સ્થિતિ જોવા મળી રહી છે. પુલવામામાં હુમલાના પગલે વડોદરા શહેરના વિવિધ બજારો બંધ રહ્યા હતા. વેપારીઓએ આતંકવાદીઓને શબક શીખવાડવા માટે લાગણી વ્યક્ત કરી હતી.
શહેરના હાથીખાના અનાજ બજાર, એમ.જી. રોડ ચોક્સી બજાર, સયાજીપુરા માર્કેટ, સરદાર માર્કેટ, ખંડેરાવ શાકમાર્કેટ બજાર બંધ રહ્યા હતા. વેપારીઓએ બે મિનીટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. પુલવામા આતંકી હુમલાને લઈ રાજકોટિયન્સમાં પ્રચંડ આક્રોશ જોવા મળી રહ્યો છે. વેપારીઓએ શહેરના સોની બજાર, ગુંદાવાડી સહિતના માર્કેટ બંધ રાખી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. લોકોએ પાકિસ્તાના ઝંડા સળગાવ્યા હતા અને આતંકવાદ વિરુદ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.
તો બીજી તરફ સુરેન્દ્રનગર, રતનપર, જોરવનગર વઢવાણ જોડીયા શહેરોએ પણ શહીદોને શ્રદ્ધાજંલિ આપવા માટે વેપારીઓ સ્વૈરિછક બંધમા જોડાયા છે. જુનાગઢમાં પણ ભેંસાણ ગામ બંધ પાળ્યો છે. પુલવામામાં આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે સુરતની ૧૬૫ ટેક્સટાઈલ માર્કેટ બંધ રહી છે.
વેપારીઓએ સ્વયંભૂ રીતે માર્કેટ બંધ રાખીને શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કર્યું છે. સાથે શહેરના અન્ય વિસ્તારોમાં પણ વેપારીઓએ બંધ રાખ્યું છે.