સોલા ભાગવત વિદ્યાપીઠમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શહીદ જવાનોને આપી શ્રધ્ધાંજલી

720

અમદાવાદ સોલા ભાગવત વિદ્યાપીઠના રૂષિકુમારોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરી છે. સાથે જ શહીદ જવાનોના પરીવાર અને દેશવાસીઓને આ આઘાતમાંથી નિકળવાની અને દુશ્મનો સામે લડવાની તાકાલ મળે તે માટે પણ ખાસ પ્રાર્થના કરવામાં આવી છે. પુલવામામાં થયેલા ઘાતકી આતંકવાદી હુમલાથી સમગ્ર દેશ સ્તબ્ધતા અને રોષ અનુભવી રહ્યો છે. દેશમાં ઠેરઠેર વિરોધ થઇ રહ્યો છે, તો સાથે જ શહીદોને શ્રધ્ધાંજલી પણ અપાઇ રહી છે. સોલા ભાવગવ વિધ્યાપીઠ ખાતે રૂષિકુમારો દ્વારા ખાસ મંત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. ભારતીય શાસ્ત્રો મુજબ વૈદિક મંત્રોચ્ચાર કરી આ રૂષિકુમારોએ તમામ માટે પ્રાર્થના કરી હતી.

Previous articleઆતંકવાદી હુમલાના વિરોધમાં ગુજરાતમાં સ્વયંભૂ બંધ
Next article૧૮ ફેબ્રુઆરીથી વિધાનસભાનું સત્ર શરૂ થશે