હિંમતનગર તાલુકા પંચાયત માં કોંગ્રેસ નું શાસન છે ત્યારે વિધાનસભા ની ચુંટણીઓ ટાણે પ્રમુખ સામે ભ્રષ્ટાચાર, આપખુદશાહી વલણ જેવા આક્ષેપો સાથે રર જેટલા સભ્યો એ પ્રમુખ ઈમરાનખાન ઠાકોર સામે અવિશ્વાસ ની દરખાસ્ત લાવવા માટેની માંગણી કરી હતી.
જે અંગે ની તાલુકા પંચાયત સભાખંડમાં પ્રમુખ ઈમરાનખાન ઠાકોર સામે અવિશ્વાસ ની દરખાસ્ત પસાર કરવા માટે ઉપપ્રમુખ વિષ્ણુસિંહ ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને સભા બોલાવવામાં આવી હતી. જે અંતે ઘીના ઠામ માં ઘી ઢયુૅં હોય તેમ અંતે અવિશ્વાસ ની દરખાસ્ત નું સુરસુરિયું થઈ ગયું હતું.
વિધાનસભાની ચુંટણીઓની આચારસંહિતા અને ચુંટણીઓના પરિણામો બાદ સભા બોલાવાઈ હતી. દરેક સભ્યોને પોતાની ઓળખ માટે ઓળખકાડૅ અપાયા હતા. અને તમામ ૩૦ સભ્યો હાજર રહયા હતા.
અવિશ્વાસ ની દરખાસ્ત ની તરફેણ માં ૧૧ સભ્યો અને ત્યારબાદ દરખાસ્ત ની વિરૂધ્ધ માં ૧૮ સભ્યો એ હાથ ઊંચા કરીને મત આપ્યા હતા. જયારે ૧ સભ્ય તટસ્થ રહેલ આમ પ્રમુખ ઈમરાનખાન ઠાકોર ને જેતે સ્થિતિમાં રાખવામાં આવ્યા હતા.
પંચાયત સુત્રો એ જણાવ્યું હતું કે તાલુકા પંચાયત પ્રમુખ ઈમરાનખાન ઠાકોર નો અઢી વષૅનો સમયગાળો પુરો થવામાં માત્ર ત્રણ મહિના બાકી છે. ત્યારે અવિશ્વાસ ની દરખાસ્ત લાવવા માટે વિરોધીઓની પ્રમુખે બોલતી બંધ કરી દીધી હતી.