પુલવામા આંતકી હુમલાને લઇને દેશભરમાં આક્રોશ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેનાને કહ્યુ કે, ’’તેઓ બદલો લેવા માટેની જગ્યા અને સમય પોતાના હિસાબથી નક્કી કરી લે.’’ આ કારતૂતને લઇને સરકારે સંસદમાં તમામ પાર્ટીના નેતાઓ સાથે વાતચીત કરી.
ગૃહમંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં શનિવારે દિલ્હીમાં સંસદ ભવનમાં એક બેઠક બોલાવવામાં આવી. આ બેઠકમાં કોંગ્રેસ સહિત વિપક્ષી દળોના નેતા સદન શામેલ થયા. બેઠક પછી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યુ કે, લોકસભા અને રાજ્યસભામાં રાજનીતિક પાર્ટીઓના નેતાઓની બેઠક બોલાવવામાં આવી, જેમાં તમામ પાર્ટીઓના નેતાઓ આ આશ્વાસન આપવામાં આવ્યુ કે, ’’દેશ અને સરકાર એક સાથે છે.’’
તેમણે જણાવ્યુ કે, ’’બેઠકમાં આ પ્રસ્તાવની સર્વસંમતિથી પાસ કરવામાં આવ્યો છે.’’ આ સાથે જ જણાવ્યુ કે , બેઠકમાં ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે, ’’આતંકવાદનું આ કાર્ય કાયરતાભર્યુ છે અને જમ્મૂ-કશ્મરીના આતંકને ખત્મ કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. ’’બેઠકમાં રાજનાથ સિંહે કહ્યુ કે, ’’કશ્મીરના જનતા અમન ઇચ્છે છે અને અમારી સાથે છે.’’ ગૃહમંત્રી રાજનાથ સિંહ સિવાય આ બેઠકમાં ગૃહ સચિવ રાજીવ ગૌબા, બીએસપી નેતા સતીશ ચંદ્ર મિશ્રા, આરજેડી નેતા જેપી યાદવ, સીપીએમ નેતા ટી કે રંગરાજન, ફારૂખ અબ્દુલ્લા, કે વેણુગોપાલ, ટીઆરએસના જિતેન્દ્ર રેડ્ડી, રામ મોહન નાયડૂ, ગુલામ નબી આઝાદ, ચન્દૂ માજરા, નરેશ ગુજરાલ, ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયન, સુદીપ બંધોપાધ્યાય, એનસીપી નેતા શરદ પાવર, આનંદ શર્મા, આપ નેતા સંજય સિંહ, શિવસેના નેતા સંજય રાઉત, જ્યોતિરાદિત્ય સિંધિયા, આરએલએસપી નેતા ઉપેન્દ્ર કુશવાહા શામેલ થયા. બેઠકમાં સીઆરપીએફના એડીજી પણ પહોંચ્યા.
મીટિંગ પહેલા ગુલામ નબી આઝાદે જણાવ્યુ કે, અમે તમામ સુરક્ષાબળોને સાથે ઉભા છીએ પરંતુ મીટિંગમાં શું થશે તે અંગે કોઇ જાણકારી નથી. આઝાદે સ્પષ્ટ કર્યુ કે, તેમની પાર્ટી આતંકવાદની સામે લડવા માટે સરકારને સમર્થન આપશે. આ વાતચીતનો સમય નથી અને આમ કરવું મૂર્ખામી છે. ગુલામ નબી પહેલા શુક્રવારના કોંગ્રેસ અધ્ચક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યુ કે, ’’કોંગ્રેસ પાર્ટી સહિત વિપક્ષ સરકાર અને સેનાની સાથે છે.’’
બીજી તરફ, ભાજપના નેતા તથા કેન્દ્ર સરકારમાં મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે, ૧૪ ફેબ્રઆરીએ જે પુલવામામાં આતંકી હુમલો થયો તેનાથી સમગ્ર દેશ દુઃખી છે. આ વિષય પર સંસદના તમામ પાર્ટીઓના નેતાઓની સાથે ચર્ચા કરી છે. તમામ દેશની સાથે ઊભા છે.
મૂળે, વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે મળેલી સુરક્ષા મામલાની સમિતિની બેઠક બાદ સર્વપક્ષીય બેઠક બોલાવવાનો નિર્ણય લેવાયો હતો.