નવી દિલ્હી : પુલવામા અટેક પર નિવેદન કરવામાં આવ્યા બાદ નવજોત સિદ્ધુને કોમેેડી શો દ કપિલ શર્મા શોમાંથી કાઢી મુકવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ચેનલે આ સંદર્ભમાં પ્રોડકશન હાઉસ સાથે વાતચીત કરી હતી. ચેનલે ત્યારબાદ સિદ્ધુને તરત જ દુર કરવાનો આદેશ કર્યો હતો. શોમાં નવજોત સિદ્ધુની જગ્યાએ કોણ આવશે તેને લઈને સસ્પેન્સ છે પરંતુ અર્ચના પુરણસિંહ તેની જગ્યા લે તેવી શક્યતા દેખાઈ રહી છે. અર્ચનાએ કહ્યું છે કે કપિલ શર્મા શોમાં સ્પેશિયલ મહેમાન તરીકે તે બે એપિસોડ માટે શુટીંગ કરી ચુકી છે. જોકે અર્ચનો આ ખુલાસો કર્યો નથી કે હજુ સુધી સિદ્ધુની જગ્યાએ આવવા માટે તેને કોઈ ઓફર મળી છે કેમ. સૂત્રોના કહેવા મુજબ ચેનલે પ્રોડકશન હાઉસને સિદ્ધુને દુર કરવા માટે સૂચના આપી હતી. આ બાબત અસ્થાયી નથી. થોડાક દિવસ પહેલા જ મીટુ મુવમેન્ટ દરમિયાન પણ સંગીતકાર અનુ મલિક પર આક્ષેપ મુકવામાં આવ્યા બાદ ચેનલે તેમની હકાલપટ્ટી કરી હતી. તાજેતરમાં જ ઘટનાને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચેનલે અર્ચનાને લેવાને લઈને હજુ સુધી કોઈ વાત કરી નથી. કેટલીક બાબતોને નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. નવજોત સિદ્ધુએ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી હતી અને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તે પાકિસ્તાન પ્રત્યે હળવુ વલણ ધરાવે છે. કેટલાક લોકોના કારણે સમગ્ર દેશને દોષિત ઠેરવી શકાય નહીં. કોઈ એક વ્યક્તિને દોષિત ઠેરવી શકાય નહીં. તેમણે કહ્યું હતું કે આ હુમલો કાયરતાની નિશાની છે પરંતુ હિંસાની હંમેશા નિંદા થવી જોઈએ. વાતચીતને લઈને પણ વાત કરવામાં આવી હતી. સિદ્ધુની આ ટિપ્પણી લોકોને પસંદ પડી ન હતી. લોકોએ નવજોત સિદ્ધુ સામે નારાજગી વ્યક્ત કરી હતી.