અમદાવાદ – રાજકોટનેશનલ હાઇવે પર બગોદરા ગામે અંદાજે બે વર્ષથી શરૂ થયેલ મંગલ મંદિરમાનવ સેવા પરીવાર આશ્રમ જેમા પંડપીડીએ રઝળતા બીનવારસી માનવીઓની સારવાર સાથે સેવા કરી પરીવાર સાથે મિલન કરવામાં આવે છે. જેમા અત્યાર સુધી ૪૦૦થી વધારેબીનવારસી લોકોની સારવાર , સેવા કરી આખા ભારતમાં પરીવાર સાથે મિલન કરાવ્યું છે.ને હાલ ૧પ૦થી વધારે દુઃખી બીનવારસી લોકો સારવાર સાથે સેવા લઈ રહ્યા છે.ત્યારે મંગલ મંદિરમાનવ સેવા પરીવાર ને ૧૫ ફેબ્રુઆરીના રોજ ગાધીનગર રાજ ભવન ખાતે ગુજરાત ગર્વનર ઓ.પી.કોહલી ના વરદ હસ્તે ગ્લોરી ઓફ ગુજરાત એવોર્ડ ર્ર૧૮ એનાયત કરવામા આવ્યો હતો ત્યારે મંગલ મંદિરમાનવ સેવા આશ્રમના પ્રમુખ દિનેશભાઇ એમ. લાઠીયા, સંસ્થાના ટ્રસ્ટી ભુમીકા જે.હિરપરા, તથા સંસ્થાને જ્યારે જરૂર હોય ત્યારે અડીખમ સેવા આપતા આપતા કાળુભાઈ.પી.દેસાઇ નિકોલ ગામ વાળા), ઇન્દ્રવદન , ડી.પટેલ કેરાળા વિવાન કંમ્પનીવાળા), ઇકબાલભાઇ ભંગારવાલા ધોળકા), રમેશભાઈ ઠુમ્મર, કાળુભાઈ એમ ચાવડા સહીત હાજર રહ્યા હતાં.