બોટાદ જીલ્લા ના રાણપુર માં સમસ્ત ગ્રામજનો દ્વારા મૌન રેલી નુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં રાણપુર ના તમામ વેપારીઓએ પોતાની દુકાનો સજ્જડ બંધ રાખી મૌન રેલી માં જોડાયા હતા આ રેલી માં હિંન્દુ સમાજ ના સંતો અને મુસ્લિમ સમાજ ના મૌલવીઓ સહીત દરેક સમાજ ના લોકો મોટી સંખ્યા માં ઉમટી પડ્યા હતા કે રાણપુર ના ઈતિહાસ ની આ સૌથી મોટી રેલી હતી હાજર દરેક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો આ મૌન રેલી મોટાપીર ના ચોકથી નિકળી રાણપુર ના જાહેર માર્ગો ઉપર થઈને ઝવેરચંદ મેઘાણી ના સ્ટેચ્યુ એ પહોચી હતી જ્યા લોકો એ પાકિસ્તાન મુર્દાબાદ,શહીદો અમર રહો,ભારત માતાકી જય ના નારા લગાવ્યા હતા સાથે કેન્ડલ માર્ચ યોજી શહીદો ને શ્રધ્ધાજંલિ આપી હતી. લાઠીદડ ના સંતો,કરમડ ગુરૂકુલ ના સંતો તથા બી.એ.પી.એસ.સંસ્થાના સંતો એ જણાવ્યુ હતુ કે પાકિસ્તાન શાન માં સમજી જાય તો સારૂ ભારત દેશ ના દરેક લોકો એક છે. મુસ્લિમ સમાજના ધર્મગુરૂ એ જણાવેલ કે ભારતમાં જે ભાઈચારો અમન છે તે વિશ્વના બીજા કોઈ દેશોમાં નથી. જ્યારે પુર્વ તાલુકા પ્રમુખ ગોસુભા જી.પરમારે કહ્યુ હતુ કે સમગ્ર ભારત દેશ સૈનિકોની પડખે છે.જ્યારે રાણપુર ના સરપંચ અબ્બાસભાઈ ખલાણીએ પાકિસ્તાન મુર્દાબાદ ના નારા બોલી પાકિસ્તાન ને અવળચંડાઈ બંધ કરવાની જરૂર છે તેમ જણાવ્યુ હતુ.આ પ્રસંગે ભાજપ પ્રમુખ લક્ષ્મણભાઈ માટાળીયા,ગોવિંદસિંહ ડાભી, મુકુંદભાઈ વઢવાણા,વેપારી મંડળના ઉપ.પ્રમુખ સુલતાનભાઈ બાઘડીયા, પુર્વ સરપંચ જીવાભાઈ રબારી, એ.પી.એમ.સી.ના ચેરમેન નરેન્દ્રભાઈ દવે, ડો.ધરાબેન ત્રીવેદી, હરેશભાઈ જાંબુકીયા સહીત નાના-મોટા વેપારીઓ, આગેવાનો,હોદ્દેદારો આ રેલી માં જોડાયા હતા અને પાકિસ્તાન મુર્દાબાદ, શહીદો અમર રહો ના નારા લગાવી કેન્ડલ પ્રગટાવી શહીદો ને સૌ કોઈ એ અશ્રભીની આંખે શ્રધાંજલી આપી હતી.