ભાવનગર રેન્જ આઈજી એન.એન.કોમારની બદલી

1076

રાજયના ગૃહ વિભાગ દ્વારા આજે આઈપીએસ, જીપીએસ અધિકારીઓની અરસ-પરસ બદલીના ઓર્ડર કાઢયા હતાં. જેમાં ભાવનગર રેન્જના આઈ.જી. એન.એન. કોમારની બદલી કરવામાં આવેલ છે. તેને ગાંધીનગર ખાતે લો એન્ડ ઓર્ડરમાં આઈજીપી તરીકે મુકવામાં આવ્યા છે.

ભાવનગર રેન્જ આઈ.જી.પી. તરીકે અમદાવાદ શહેરમાં એસીપી તરીકે ફરજ બજાવતા અશોક કુમાર યાદવની નિમણુંક કરવામાં આવેલ છે. આ સાથે કુલ ૧૯ આઈપીએસની ફેરબદલી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજયના વિવિધ જિલ્લામાં ૩પ જેટલા વિભાગીય પોલીસ અધિકારી (ડીવાયએસપી)ની પણ ફેરબદલી કરવામાં આવેલ છે.

Previous articleવાહન ચોરીના ગુન્હામાં એક ઈસમને પકડી પાડતી ભાવ. લોકલ ક્રાઈમ બ્રાંચ
Next articleઆડોડીયાવાસમાંથી ઈગ્લીંશ દારૂ ભરેલી રીક્ષા ઝડપી લેતી એલસીબી