સિધ્ધપુરિયા બાર શાખ રાજપુત સમાજ ભાવનગર દ્વારા આજે આતંકવાદી હુમલામાં શહિદ્ય થયેલા જવાનોને પુષ્પાંજલી અર્પવાનો કાર્ય્ક્રમ શહીદ સ્મારક ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રમુખ રમણીકભાઈ ચૌહાણ તથા અશ્વિનભાઈ ચાવડા, સુધીર સોલંકી, રાજુભાઈ મકવાણા, સતિષભાઈ ચુડાસમા, નંદલાલ ચૌહાણ સહિત જ્ઞાતિના આગેવાનો, યુવાનો ઉપસ્થિત રકહ્યા હતાં અને પુષ્પાંજલિ અર્પીને શહિદોને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.