સલમાનની ફિલ્મ ભારત પાક.માં રિલિઝ નહિ થાય

671

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન અને પાકિસ્તાની મેગાસ્ટાર ફવાદ ખાન વચ્ચે આ વચ્ચે બોક્સ ઓફિસ પર જંગ થવાની હતી. વાત એવી છે કે, ફવાદ ખાનની ફિલ્મ ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ અને સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ ૫ જૂનના રોજ ઈદના દિવસે રીલિઝ થવાની છે. પાકિસ્તાની ફિલ્મ ટ્રેડ અને ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર્સ આ બંને ફિલ્મોને લઇને ખૂબ ઉત્સાહિત હતા, પરંતુ પાકિસ્તાની સરકારે એક સર્ક્યૂલર જાહેર કર્યું હતું, જેને જોઇને પાકિસ્તાનના ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર્સને ઝટકો લાગ્યો છે.

ઈદ પર રીલિઝ થઇ રહેલી સલમાનની ફિલ્મ ‘ભારત’ પાકિસ્તાનમાં રીલિઝ નહીં થઇ શકે. સર્ક્યૂલર મુજબ પાકિસ્તાનમાં કોઇપણ ભારતીય ફિલ્મ ઈદ કે તેના બે દિવસ પહેલા અને આ તહેવારના બે અઠવાડિયા સુધી રીલિઝ નહીં થાય. સર્ક્યૂલર મુજબ પાકિસ્તાની ફિલ્મોને પ્રોત્સાહન મળે એટલે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. સલમાન ખાનની ફિલ્મો પાકિસ્તાનમાં સારું પ્રદર્શન કરે છે, તેને કારણે પાકિસ્તાની ફિલ્મોને એટલું પ્રાધાન્ય મળતું નથી, જેને લઇને આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે.પરંતુ ફિલ્મી તજજ્ઞોનું કહેવું છે કે, અત્યારે જે સ્થિતિ છે, તે મુજબ ‘ભારત’ એવું મૂવિ છે, જે પાકિસ્તાની સરકાર પોતાના નાગરિકોને ન બતાવવા ઇચ્છે.

 

Previous articleપહેલીવાર બ્રાન્ડ એમ્બેસેડર બની અભિનેત્રી સારા અલી ખાન
Next articleપુલવામા હુમલામાં શહીદોના પરિવારને ફિલ્મ ઉરીની ટીમ આપશે ૧ કરોડ રૂપિયા