ઓસ્ટ્રેલિયાની સાથે રમાનાર ઘરેલુ સીરીજ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થઇ ચુકી છે.પસંદગીકર્તાઓએ વનડે ટીમથી દિનેશ કાર્તિકને બહાર કરી દીધો છે.કાર્તિકને ટીમની બહાર કરવા પર દરેક તરફ સવાલ ઉભા થઇ રહ્યાં છે હવે આ કડીમાં ભારતના પૂર્વ સુકાની સુનીલ ગાવસ્કરે પણ પોતાની પ્રતિક્રિયા વ્યકત કરી છે. ગાવસ્કરે પસંદગીકર્તાઓએ નિર્ણય પર આશ્ચર્ય વ્યકત કર્યો છે આ સાથે જ તેમણે વિશ્વકપ માટે પોતાની ૧૫ સભ્યોના નામ પણ બતાવ્યા છે.
તેમણે કહ્યું કે ફિનિશરની ભૂમિકામાં કાર્તિકનું પ્રદર્શન ગત ૨૮ મહીનામાં લાજવાબ રહ્યું છે તમે ચેપિયન ટ્રોફી બાદથી તેમનું પ્રદર્શન જોઇએ તો તમે જાણશો કે તે આઠવાર નોટઆઉટ રહ્યો છે.જે તેની ફિનિશરની કાબિલિયતને દર્શાવે છે. ગાવસ્કરે કહ્યું કે મને કાર્તિકથી બહાર થવાથી આશ્ચર્ય થયું છે તેમણે કહ્યું કે જો તે પસદગીકર્તા હોત તો તે ઋષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિકને વિશ્વકપની ટીમમાં સામેલ કરે.
પૂર્વ સુકાનીએ વિશ્વકપ માટે વિરાટ કોહલી,શર્મા, ધોની,ધવન રાયડુ જાધવ પંડયા,ભુવનેશ્વર શમી બુમરાહ ચહલ યાદવને પસંદ કર્યા છે.ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર તરીકે વિજય શંકરને હાર્દિક પંડયાની સાથે ટીમમાં સામેલ કર્યો છે તે ટીમનો ૧૫મા ખેલાડીને લઇ શંકા વ્યકત કરી છે.
આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઇ ગાવસ્કરે કહ્યું કે સીરીજ એક તરફ થનાર છે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને ૫-૦થી પરાજય આપી અને સીરીજમાં સફાયો કરશે વિશ્વકપ પહેલા આ ભારતીય ટીમની અંતિમ સીરીજ છે.
આવામાં તમામ ખેલાડીઓની નજર ઘરેલુ સીરીજમાં સારૂ પ્રદર્શન કરી વિશ્વકપ માટે પોતાની દાવેદારી મજબુત કરવા પર રહેશે