પુલવામાં થયેલા આતંકી હુમલા પછી ભારતમાં પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ના આધિકારિક પ્રસારક સ્પોટ્ર્સ ચેનલ ડીસ્પોર્ટ (ડ્ઢજર્િં)એ ટૂર્નામેન્ટને બ્લેકઆઉટ કરવાનો નિર્ણય કર્યો છે. ડ્ઢજર્િં ૈંઁન્ની માફક રમાતી પાકિસ્તાન સુપર લીગનું ભારતમાં આધિકારિક પ્રસારક છે.
પુલવામામાં ઝ્રઇઁહ્લના જવાનો પર કરેલા હુમલા પછી ચેનલે બ્રોડકાસ્ટ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. જેનાથી પાકિસ્તાન ક્રિકેટને મોટો ઝટકો લાગશે, કેમકે આ ટૂર્નામેન્ટની ૨ સિઝન માત્ર વેબ પર હતી અને ગત વર્ષે ડ્ઢજર્િં તેનું આધિકારિક પ્રસાર બન્યુ.
ચેનલના ટૉપ ઑફિશ્યલે આ માટેની પુષ્ટિ કરી. તેમણે જણાવ્યુ કે, ’’બૉડકાસ્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યુ છે. અમે રાષ્ટ્રીય મુદ્દાઓ પ્રતિ સંવેદનશીલ છે અને અમે આ કરવા પર વિચાર કરી રહ્યા છે કઇ રીતે આ કરવામાં આવે, જેમાં કેટલીક ટેક્નિક પણ શામેલ છે.’’ અધિકારીએ લીગને બ્લેકઆઉટ કરવાના નિર્ણય લેતા પહેલા આ અંગેની જાણકારી આપી હતી. જોકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ અંગે કોઇ જવાબ નથી આપ્યો.
વાસ્તવમાં ઇન્ડિયન પ્રીમિયર લીગમા પાકિસ્તાનના ખિલાડીઓ પહેલાથી પ્રતિબંધિત હતા અને હવે આ ટૂર્નામેન્ટ પણ અહીંયા ટેલિકાસ્ટ નહી કરવામાં આવે. આ માટે મહત્વનુ છે કે ૨૦૦૯માં લાહોરમાં શ્રીલંકાની ટીમ પર આતંકી હુમલો થયો હતો. જે પછી ટીમ અને ખિલાડીઓ પાકિસ્તાનમાં રમવા જતા અટકાય છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટની દેશમાં પરત લાવવા માટે પાક બોર્ડને સતત સંઘર્ષ કરવો પડી રહ્યો છે, તેઓ પોતાના મોટાભાગની મેચ દુબઇમાં આયોજિત કરાવે છે.ઉલ્લેખનીય છે કે, ટૂર્નામેન્ટની ચોથી સિઝન દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ૬ ટીમવાળી આ ટૂર્નામેન્ટનું આયોજન ૧૪ ફેબ્રુઆરીથી ૧૭ માર્ચ સુધી કરવામાં આવ્યુ છે.
આ દમરિયાન કુલ ૩૪ મેચ રમાશે. જેનું આયોજન યૂએઇના દુબઇ, શારજાહ અને અધૂધાબી સિવાય પાકિસ્તાનના કરાચી અને લાહોરમાં થશે. ફાઇનલ મેચ કરાચીમાં ૧૭ માર્ચના રમાશે.