પુલવામા હુમલોઃ ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયાએ ઇમરાન ખાનની તસ્વીર ઢાંકી

665

ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા’એ ઑફિસમાંથી પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને વડા પ્રધાન ઇમરાન ખાનની તસવીર દૂર કરી છે, જ્યારે ઑલ રાઉન્ડર રેસ્ટોરાંમાં લાગેલી ઇમરાન ખાનની તસવીરને ઢાંકી છે. સીસીઆઈએ જમ્મુ-કાશ્મીરના પુલવામાં થયેલા હુમલના વિરોધમાં આ પગલું ભર્યુ છે.

આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા છે, જ્યારે અનેક જવાનો ઘાયલ થયા છે.

પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી છે.

ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા બીસીસીઆઈની માન્યતા ધરાવતી શાખા છે, જેની હેડ ઑફિસ બ્રેબોર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં છે. ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયાના પરિસરમાં વિશ્વના મહાન ક્રિકેટરનો તસવીર છે, જેમાં પાકિસ્તાનના ૧૯૯૨ના વિશ્વ કપ વિજેતા કેપ્ટન ઇમરાન ખાનની તસવીરનો સમાવેશ પણ થાય છે. સીસીઆઈના અધ્યક્ષ પ્રેમણ ઉદાણીએ જણાવ્યું હતું ક આ નિર્ણય શુક્રવારે સંમતિથી લેવાયો છે.

તેમણે કહ્યું, “સીસીઆઈ રમતનો ક્લબ છે. અહીંયા તમામ મહાન ક્રિકેટરોની તસવીર છે. અમે વર્તમાન ઘટનાક્રમને ધ્યાનમાં રાખી અમારી નારાજગી દર્શાવવા માંગતા હતા. અમે રેસ્ટોરાંની તસવીર ઢાંકી દીધી છે, આ તસવીર ખૂલ્લી મૂકવી કે નહીં તે હવે નક્કી નથી. ઉલ્લેખનીય છે કે બ્રેબોર્ન સ્ટેડિયમમાં ઇમરાન ખાન ભારત વિરુદ્ધ બે વાર રમી ચુક્યા છે. તેમની કેપ્ટનશીપમાં પાકિસ્તાને વર્ષ ૧૯૮૯માં નહેરૂકપ મેચમાં ઑસ્ટ્રેલિયાને હરાવ્યું હતું, જેમાં તેઓ મેન ઑફ ધી મેચ ડિક્લેર કરાયા હતા.

 

Previous articleપુલવામા હુમલોઃ પાક.ક્રિકેટને ઝટકો, ચેનલે પીએસએલને બ્લેકઆઉટ કરી
Next articleસાબરકાંઠા જિલ્લામાં પ્રજ્ઞાચક્ષુ ચેસ ટુર્નામેન્ટ યોજાઇ