સાબરકાંઠા જીલ્લા ના એક દિવસીયે પ્રવાસે પધારેલા ગુજરાત ભાજપ પ્રભારી એમજી માથુરે લોકસભા ની ચુંટણી ઓ ગમે ત્યારે આવી શકે છે ત્યારે લોકસભા ની ચુંટણીઓની તૈયારી માં લાગી જવા જીલ્લા ના આગેવાનો ને અપીલ કરી હતી.
અરવલ્લી-સાબરકાંઠા જીલ્લા ના અપેક્ષિત કાયૅકરોની ઉપસ્થિતિ માં લોકસભા ની તૈયારી માટેની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા-કે.સી.પટેલ ધ્વારા પણ ચુંટણીને અનુલક્ષીને કામગીરી ની સમીક્ષા કરવામાં આવી હતી.અને ભારતીય જનતા પક્ષ ધ્વારા આપવામાં આવેલ આગામી કાયૅક્રમો ની સમીક્ષા અને માગૅદશૅન આપવામાં આવ્યું હતું.
જીલ્લા ના લોકસભા પ્રભારી પ્રદીપસિંહ વાઘેલા સહિત અપેક્ષિત લોકસભા ના ઈન્ચાજૅ આગેવાનો ઉપસ્થિતિ રહયા હતા.આ કાયૅક્રમ માં જીલ્લા સાંસદ દિપસિંહ રાઠોડ,પૂવૅ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા,ગાંધીનગર પ્રભારી પૃથ્વીરાજ પટેલ ,ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાં અપેક્ષિત આગેવાનો અને કાયૅકરો ઉપસ્થિત રહયા હતા.