જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જવાનો શહીદ થતા સમગ્ર દેશ ગુસ્સામાં છે. ઠેર ઠેક લોકો પ્રદર્શન અને શહીદોની યાદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજી રહ્યા છે. રાજ્યમાં અલગ અલગ શહેરોમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજનીતિક ટિપ્પણી કરી છે.
ગાંધીનગર ખાતે સીએમ વિજય રૂપાણીએ આંતકી હુમલા પર નિવેદન આપ્યું છે. સીએમ વિજય રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું કે મુંબઇ હુમલા બાદ દેશમાં જુસ્સાનું વાતાવરણ નહતું. પરંતુ અમારી સરકારમાં હુમલા બાદ જુસ્સાનું વાતાવરણ જોવા મળ્યું છે. સરકાર હુમલાનો બદલો લેવા કટીબદ્ધ છે.
આ ઉપરાંત વધુમાં એમને જણાવ્યું કે સરકાર અને સૈન્ય પર જનતા વિશ્વાસ રાખે. પીએમ મોદી પણ કહી ચૂક્યા છે વીણી વીણીને મારીશું.